તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાનું સોમનાથ મંદિર:વધુ 53 સુવર્ણ મઢીત કળશ સોમનાથના શિખરે બિરાજશે, નથવાણી પરિવાર દ્વારા કળશોની પૂજા વિધિ કરાઈ

સોમનાથ2 મહિનો પહેલા
 • પરીમલ નથવાણી પરિવારે નોંધાવેલા 53 સુવર્ણ કળશો સુવર્ણ મઢીત કરાયા

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર રહેલા 1500થી વધુ કળશોને સુવર્ણ મઢીત કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ યોજનાને સારો એવો પ્રતિસાદ મળતા અત્યાર સુધીમાં દાતાઓ તરફથી 530 કળશો માટેનું સુવર્ણ દાન જુદા જુદા દાતાઓ તરફથી નોંધવામાં આવ્યાં છે. જેમાં પરિમલ નથવાણીના પરિવાર દ્વારા 53 કળશને સુવર્ણ મઢીત કરવા દાન નોંધાવ્યું હતું. આજે એ 53 કળશની પૂજાવિધિ કરવામાં આવી હતી.

53 સુવર્ણ કળશોની પૂજા વિધિ કરાઈ
આ 530 દાતાઓમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીના પરિવાર દ્વારા 53 કળશોને સુવર્ણ મઢીત કરવા માટે દાન નોંધવામાં આવેલ હતું. આ 53 સુવર્ણ કળશોની પૂજા વિધિ આજરોજ નથવાણી પરિવારના પુત્ર એવા દ્વારકા દેવસ્થાન સમિતિના સભ્ય ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી અને હવે પછી પૂજા કરાયેલ 53 સુવર્ણ મઢીત કળશો મંદિરના શિખરો ઉપર સ્થાપવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.

પૂજા વિધિ પૂર્ણ થતાં 53 સુવર્ણ કળશ અપાશે
અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પૂર્વે જ સોમનાથ મંદિરના શિખરો ઉપર 66 જેટલા સુવર્ણ મંદિર કળશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ આજે વધુ 53 સુવર્ણ કળશની પૂજા વિધિ પૂર્ણ થતાં આપવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો