કોરોના બેકાબૂ:સોરઠમાં શુક્રવારે વધુ 48 કોરોના પોઝિટીવ કેસ, 1 નું મોત

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરના ધારાસભ્ય, વંથલી પોલીસ સ્ટેશનના 8 કર્મીને કોરોના
  • કુલ 52 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
  • જૂનાગઢમાં કુલ કેસ 1,633

સોરઠમાં શુક્રવારે વધુ 48 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને 52 દર્દીને સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે વિસાવદરના ધારાસભ્ય તેમજ વંથલી પોલીસ સ્ટેશનના 8 પોલીસ કર્મી પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. દરમિયાન શુક્રવારે 1 નું મોત થયું છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસ 1,633 થયા છે. શુક્રવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં કુલ 32 કેસ આવ્યા છે. આ 32માંથી જૂનાગઢ સિટીના 17, કેશોદ તાલુકાના 3, ભેંસાણ, માળીયા હાટીના, માણાવદર, માંગરોળ અને વિસાવદર તાલુકામાં 2 -2 કેસ, વંથલી અને જૂનાગઢ તાલુકામાં 1 - 1 કેસ નોંધાયા છે. જ્યારે 39 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, તેમના પત્નિ અને પુત્ર રાજનને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે વંથલી પોલીસ સ્ટેશનમાં બે દિવસમાં 8 પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ આઠેય પોલીસ કર્મીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં શુક્રવારે 16 કોરોના પોઝિટીવ અને 1 નું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...