કેફીપીણાં:કેશોદમાં ઠંડાપીણાંની દુકાનના ગોડાઉનમાંથી કેફીપીણાંની વધુ 1066 બોટલ મળી આવી

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદ પોલીસ દ્વારા નવદૂર્ગા મંદિરની સામે આવેલ ભારત કોલ્ડ્રીંકસ ના મયુર માર્કેટમાં આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર વેંચાણ કરવામાં આવતાં શંકાસ્પદ કેફી પીણાની વધુ 1066 બોટલ કબ્જે કરાઈ હતી. આ અંગે મળતી વિગત મુજબ પોલીસે 2 દિવસ પહેલાં ઠંડા પીણા ના નામે ગેરકાયદેસર વેંચાણ કરવામાં આવતાં શંકાસ્પદ કેફી પીણાની 1055 બોટલ ઝડપી પાડી હતી જે પૈકી ભારત કોલ્ડ્રીંકસમાંથી માત્ર 9 બોટલ જપ્ત કરાઈ હતી. વધુ બોટલ હોવાની શંકા જતાં બાતમી આધારે તેમના જ મયુર માર્કેટ માં આવેલાં ગોડાઉન માંથી અલગ અલગ બ્રાંડની વધુ 1066 બોટલ જપ્ત કરી હતી. જેની એક બોટલ કિંમત 100 લેખે કુલ 106600 જેવી કિંમત થવા જાય છે.

વેપારીની પુછપરછમાં આ જથ્થો ક્યાંથી ખરીદ કરવામાં આવ્યો તે અંગે આધાર પુરાવાઓ રજુ ન કરી શકતાં શંકાસ્પદ કેફી પીણા ની બોટલ જપ્ત કરાઈ હતી આ માટે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી કેફી પીણા ના સેમ્પલ ને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી કેશોદ પો. સ્ટે. પી.આઇ. બી બી કોળી, પો.હે.કો. ડી એલ ભારાઇ, પો.હે.કો. કે જે ડાભી, પો. કો. સુખદેવસિંહ સીસોદિયા, દિપસિંહ ડોડિયા સહિત સ્ટાફ દ્વારા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...