એજન્ડા સર્વાનુમતે મંજૂર:સુત્રાપાડા યાર્ડની સામાન્ય સભામાં પૂર્વ મંત્રી જસા બારડની ઉપસ્થિતિ, માલ વેચાણ માટે ખુલ્લી હરાજી અને રોકડ નાણાંનો લાભ લેવા અપીલ

ગીર સોમનાથ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021-22ના વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજૂર કરાયા

સુત્રાપાડા તાલુકા ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા પૂર્વ મંત્રી જશા બારડની હાજરીમાં મળી હતી. જેમાં ખેડૂતોને ખેત ઉત્પન્ન જણસીનો માલ વેચાણ માટે ખુલ્લી હરાજી અને રોકડા નાણાંનો લાભ લેવા અપીલ કરાઈ હતી.
રોકડા નાણાંનો લાભ લેવા અનુરોધ કરાયો
સંસ્થાના ચેરમેન તરફથી સને 2021-22 ના વાર્ષિક હિસાબો વંચાણે લઈ મંજૂર કરવામાં આવ્યાં હતા. બાદમાં એજન્ડાના પ્રશ્નો પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતા. સંસ્થાના આધ્યસ્થાપક અને પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ તરફથી તાલુકા ખરીદ વેચાણ સંઘ અને એપીએમસીના ખેડૂતોને યાર્ડમાં ખેત ઉત્પન્ન જણસીનો માલ વેચાણ માટે લાવે અને ખુલ્લી હરાજી કરો અને રોકડા નાણાંનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.

યાર્ડના ચેરમેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
સુત્રાપાડા ખરીદ વેચાણ સંધની સામાન્ય સભા તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુત્રાપાડા પ્રાંસલી માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભાની એપીએમસીના ચેરમેન દિલીપ બારડની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સંસ્થાના આધ્યસ્થાપક ડાયરેક્ટર તથા પૂર્વ મંત્રી જશા ભાણાભાઈ બારડ તેમજ સંસ્થાના બોર્ડ મેમ્બર્સ અને અધિકારીઓ તેમજ શૈલેન્દ્રસિંહ રાઠોડ, લખમણ પરમાર, નાથા રણધીરભાઈ, તાલુકા સંઘ પ્રમુખ અજય બારડ, રામા બારડ, ભરત હાદાભાઈ, રસિંગ વાળા, લાખાભાઇ ભોળા, કાદુ જાદવ, મનોજ વાળા, સવદાસ ઝાલા, અરજણ બારડ, કાના બારડ, રામ વાઢેર, કાનજી નકુમ, કનકસિંહ વાળા, પ્રતાપ પરમાર, પ્રવીણ બારડ, એભા મેર, બાબુભાઇ ડોડીયા, કાળા બારડ, રામસિંહ વાણવી વિરાભાઈ ખેર, જેસિંગભાઈ મોરિ, પ્રતાપભાઈ બારડ, વાલભાઈ પરમાર, બાબુ પરમાર, નાથાભાઇ ડોડીયા, દાનાભાઈ પટેલ, હરિભાઈ ડોડીયા, રણમલભાઈ ડોડીયા, ભાણાભાઇ મોરિ, રામભાઇ બારડ, દિલીપભાઇ ઝાલા, માનસિંગભાઈ ડોડીયા, પ્રતાપભાઇ વાળા, કાળાભાઈ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...