દિવાળી મહોત્સવ:સ્વામિનારાયણ મુખ્ય મંદિરે અન્નકુટ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધન, ચોપડા, દિપાવલી, હનુમાનજી,લક્ષ્મીજી, ગોવર્ધન પૂજન કરાશે

શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્યમંદિર ખાતે ભવ્ય અન્નકુટ તેમજ દિપોત્સવી મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આ અંગે મળતી વિગત મુજબ 2 નવેમ્બર મંગળવારે સાંજે 7:15થી 9:15 ધન પૂજન કરાશે.

3 નવેમ્બર બુધવારે સવારે 9:30 કલાકે હનુમાનજી પૂજન કરાશે. 4 નવેમ્બર ગુરૂવાર સાંજના 4:35થી 9:11 સુધી ચોપડા અને લક્ષ્મી પૂજન કરાશે જેમાં સાંજના 6 વાગ્યે લક્ષ્મી પૂજન અને દિપાવલી મનાવાશે. 5 નવેમ્બર શુક્રવારે સવારે 10:30 વાગ્યે ગોવર્ધન પૂજા, 12 વાગ્યે અન્નકુટ ધરાશે.

કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન કોઠારીસ્વામિ દેવનંદનદાસજી, મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી, કોઠારી પી.પી. સ્વામિ, પૂજારી ધર્મકિશોર સ્વામિ, શાસ્ત્રી સ્વામિ કુંજવિહારીદાસજી, ભંડારી સ્વામિ નૌતમપ્રકાશદાસજીના માર્ગદર્શનમાં તડામાર તૈયારી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...