વળતરનો દાવો:આંખલા અડફેટે મોત, ઇજામાં રૂ.1 કરોડના વળતરનો દાવો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં બાઇક ચાલકને હડફેટે લીધા’તા

જૂનાગઢમાં આખલાએ હડફેટે લેતા થયેલા અકસ્માતમાં મોત અને ઇજાના મામલે 1 કરોડના વળતરનો દાવો કરાયો છે. આ અંગે એડવોકેટ પી.ડી. ગઢવીએ જણાવ્યું હતું કે, રખડતા ભટકતા પશુના કારણે થતા અકસ્માતમાં કાયદાકીય જોગવાઇ મુજબ રખડતા ભટકતા પશુને નિયંત્રણમાં રાખવાની કે તેઓના માલીક સામે કાર્યવાહીની જોગવાઇ છે.

ગિરનાર દરવાજા પાસેથી પ્રવિણભાઇ વાળા અને કિશોરભાઇ વાળાના યુદ્ધે ચડેલા બે આખલાએ મોટર સાઇકલને અડફેટે લેતા અકસ્માતમાં પ્રવિણભાઇનું અવસાન થયું હતું જ્યારે કિશોરભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકના વારસદારોએ મૃત્યુમાં 60,00,000, ઇજામાં 40,00,000ના વળતરનો કોર્ટમાં દાવો કર્યો છે. જે ચૂકવવાની જવાબદારી સરકાર અને મનપાની થાય છે.

અન્ય સમાચારો પણ છે...