તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:અમરેલીની ઘટનાને લઇ તાલાલા તાલુકા ક્ષત્ર‍િય સમાજમાં રોષ, આવેદન પત્ર પાઠવ્‍યુ

તાલાલા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘટનાની તપાસ કરરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગણી કરી

સાવરકુંડલા તાલુકાના લુવારામાં ફરાર આરોપીની ઘરપકડ કરી આરોપીના બદલે તેની બહેન સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યુ હોવાના બનાવમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે તાલાલા તાલુકા ક્ષત્ર‍િય સમાજના આગેવાનો-યુવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્‍યા મુજબ અમરેલી જિલ્લા પોલીસ ચોપડે ફરાર આરોપી કાઠી દરબાર અશોક જયતાભાઇ બોરીચાની ઘરપકડ કરી એલસીબી પીઆઇએ આરોપીને તેના ઘરે લાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો. બિનજરૂરી પીસ્‍તોલ કાઢી હવામાં ફાયરીંગ કર્યું હતું. ખાખી વરદીના રોફનો વીડિયો ઉતારતા આરોપીની બહેન સામે બળપ્રયોગ કરાયો હતો. મહિલા પોલીસ સાથે ન હોવા છતાં બળપ્રયોગ કરી આરોપીની બહેનને પોલીસ વાનમાં બેસાડી લઇ જવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ અશોકભાઇ અને તેની બહેન સામે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરજ રૂકાવટ અને ખુનની કોશીષનો ગુનો નોંધ્યો હતો.

વઘુમાં એફઆઇઆરમાં લુવારા મહિલા પોલીસ હાજર ન હોવા છતાં મહિલા પીએસઆઇ હાજર હોવાનો ઉલ્‍લેખ કરાયો છે. આ બનાવની તુરંત તપાસ કરી પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા ક્ષત્ર‍િય સમાજની માગણી હોવાનું અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો