રજૂઆત:હુમલાના 7 દિ પછી પણ આરોપીની ધરપકડ ન કરાતા ગ્રામજનોમાં રોષ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વંથલી તાલુકાના લુવારસાર ગામે હુમલો થયો હતો
  • ગામમાં બંદોબસ્ત ફાળવવા એસપીને રજૂઆત

વંથલી તાલુકાના લુવારસાર ગામમાં થયેલા હુમલામાં આરોપીની ધરપકડ કરવા અને ગામમાં બંદોબસ્ત ફાળવવા માંગ ઉઠી છે. આ અંગે લુવારસાર ગામના માજી સરપંચ વિનુભાઇની આગેવાનીમાં ગ્રામજનોએ એસપીને આવેદન પાઠવ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે, ગામના કોળી સમાજના અગ્રણી પર કેટલાક અજાણ્યા શખ્સોએ કુહાડી, પાઇપ,ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો જેમાં 6ને ગંભીર ઇજા પહોંચી છે. આ બનાવના 7 દિવસ પછી પણ પોલીસે આરોપીની ધરપકડન કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ત્યારે આ હુમલાખોર આરોપીઓની ધરપકડ કરવા અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ છે.