મેઘમહેર:આણંદપુર ડેમ રાત્રે 2 : 30 કલાકે, વિલીંગ્ડન ડેમ સવારે 6 : 30 કલાકે ઓવરફલો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | રવિવારે રાત્રે ગિરનારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોનરખ, કાળવા, લોલ નદીમાં પુર આવ્યું હતું તેમજ દાતારની ગોદમાં આવેલા વિલીંગ્ડન ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. સોમવારે સવારે 6 :30 વાગ્યાની આસપાસ વિલીંગ્ડન ડેમ ઓવરફલો થયો હતો. જયારે રવિવારની રાત્રે 2:30 વાગ્યે આણંદપુર ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતાની સાથે જ જૂનાગઢનાં લોકો ડેમ ઉપર પહોંચી ગયા હતા. તેમજ ગિરનાર જંગલમાં વરસાદનાં પગલે ઝરણાંઓ પણ વહેવા લાગ્યા હોય જેના કારણે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...