દુર્ઘટના:મનપામાં આઉટ સોર્સીગથી કામ કરતા કર્મીને વીજશોક લાગ્યો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનપાની સ્ટ્રીટ લાઇટ શાખામાં આઉટ સોર્સિંગથી કામ કરતા કર્મીને વીજશોક લાગતા તેને મેડીકલ ખર્ચની રકમ ચૂકવવા અને એજન્સી સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું છે કે, સ્ટ્રીટ લાઇટ શાખામાં આઉટ સોર્સિંગથી કામ કરતો એક કર્મી સાબલપુરમાં નદીના કાંઠે સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા થાંભલા પર ચડ્યો હતો. સામાન્ય રીતે સ્ટ્રીટલાઇટમાં સાંજના 7 વાગ્યા પછી જ પાવર આવતો હોય છે તેને બદલે 4વાગ્યે પાવર આવી જતા કર્મીને વીજશોક લાગ્યો હતો.

કર્મીના બન્ને હાથ સળગી ગયા હતા અને સાથળ ભાગેથી કરંટ બહાર નિકળી જતા પગ પણ બળી ગયા હતા. બાદમાં નચે પડતા કમરમાં ફ્રેકચર થતા 6 મહિના સુધી તેને બેડરેસ્ટ રહેવું પડશે. કર્મીને આઉટ સોર્સિંગ એજન્સીએ સેફ્ટીના સાધનો આાપ્યા નથી કે નથી તેનો વિમો ઉતરાવ્યો. એટલું જ નહિ 2 મહિનાથી પગાર પણ આપ્યો નથી. ત્યારે આ કર્મીને મેડીકલ ખર્ચની રકમ આપવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...