જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નો ઉકેલવા જિલ્લા મથકે તા. 23 માર્ચ સવારે 11 કલાકે અને તાલુકા મથકે તા. 21 માર્ચ સવારે 11 કલાકે ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. લોકોને જિલ્લા મથકે આવવું ન પડે તે માટે ગામના તલાટીને દર મહિને તા. 1 થી 10 સુધીમાં પડતર પ્રશ્નો રજૂ કરી શકાશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી તેમજ જૂનાગઢ, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નિકાલ કરવા પાત્ર પ્રશ્નો અરજદારોએ તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને તા. 10 સુધીમાં રજૂ કરી શકશે.
જેમાં મુદ્દત બાદની અરજી, અસ્પષ્ટ રજૂઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ, કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય વગેરે પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ થશે નહીં.
જિલ્લા કક્ષાના પ્રશ્નો કલેક્ટર કચેરી ખાતે તા. 23 માર્ચે કચેરીના સભાખંડમાં કલેક્ટર અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. અને તાલુકા કક્ષાના પ્રશ્નો તા. 21 માર્ચે મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. તેવું જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.