ચોરી:વૃદ્ધ રીક્ષા પાર્ક કરી કપડા લેવા ગયાને ગેસ સિલીન્ડર ચોરાયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદનાં આધારે તપાસ આદરી

જૂનાગઢમાં રહેતા એક વૃદ્ધ રીક્ષામાં ગેસ સિલીન્ડર ભરીને જતા હતા ત્યારે ગાંધીચોકમાં રીક્ષા પાર્ક કરી કપડા લેવા ગયા હતા. એ સમયે કોઈ શખ્સ ગેસ સિલીન્ડરની ઉઠાંતરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં હાથીખાના ડેલા પાસે રહેતા મજીદખાન નુરખાન પઠાણે બી-ડિવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મજીદખાન ગેસ સિલીન્ડર ભરેલી રીક્ષા ગાંધીચોકમાં મુકી કપડા લેવા માટે ગયા હતા. એ સમયે કોઈ અજાણ્યો ઈસમ રીક્ષા નજીક આવ્યો હતો. અને ગેસ સિલીન્ડર નં-1ની ચોરી કરી ગયો હતો. જેમની જાણ થતા મજીદખાન પોલીસ મથકે પહોંચ્યા હતા. અને આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...