પરિવારજનોમાં શોક:માછલીઓને લોટ નાંખવા જતી વેળાએ પડી જતાં વૃદ્ધાનું મોત

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળીયા હાટીના પંથકના શાંતિપરા ગામનો બનાવ
  • અચાનક પગ લપસી ગયો હતો,પરિવારજનોમાં શોક

માળીયા હાટીના તાલુકાના શાંતિપરા ગામે રહેતાં એઓ વૃદ્ધા તળાવમાં માછલીઓને લોટ નાંખવા ગયા હતા અને અચાનક પગ લપસી ગયો હતો અને તળાવમાં પડી જતા મોત નિપજ્યું હતું.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,માળીયા હાટીના પંથકના શાંતિપરા ગામે અમૃતાલયની પાસે રહેતાં અલ્પેશગીરી પ્રેમગીરી મેઘનાથીએ પોલીસમાં જણાવ્યાં અનુસાર પ્રભાબેન પ્રેમગીરી મેઘનાથી ઉ.વ 70 ગામના તળાવમાં માછલીઓને લોટ નાંખવા માટે ગયા હતા અને લોટ નાંખતી વેળાએ તળાવના કાંઠે પ્રભાબેનનો પગ લપસ્યો હતો અને તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.આ બનાવને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ બનાવ બનતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...