દુર્ઘટના:ડુંગરપુરની સીમમાં સાપે ડંશ દેતા વૃદ્ધાનું મોત નિપજ્યું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાણા લેતી વખતે બન્યો બનાવ, જૂનાગઢ સારવાર માટે લવાયા હતા

જૂનાગઢ પંથકનાં ડુંગરપુર ગામની સીમમાં એક વૃદ્ધા છાણા લેવા જતા હતા તે દરમિયાન ઝેરી સાપ કરડતા તેમનું મોત નિપજ્યું હતું. અને પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ પંથકના ડુંગરપુર ગામની સીમમાં રહેતા સોમાભાઈ રણમલભાઈ કછોટે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં જણાવ્યા અનુસાર રૂપીબેન રણમલભાઈ કછોટ (ઉ.વ.75) વાડીએ છાણા લઈ રહ્યાં હતા એ દરમિયાન સાપ કરડ્યો હતો અને આંગળીના ભાગે ઈજા પહોંચી હોય જેથી રૂપીબેનને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...