તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:જૂનાગઢના મેમણવાડા વિસ્તારમાં જૂની અદાવતના કારણે પાંચ શખ્સોએ મળી એક યુવાનની હત્યા નિપજાવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાન - Divya Bhaskar
મૃતક યુવાન
  • પોલીસે ગુનો નોંધી આરોપીઓેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢના મેમણવાડા વિસ્તારમાં રહેતા યુવાન પર અગાઉના ઝઘડાના જૂના મનદુ:ખના કારણે પાંચ શખ્સોએ પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડાયેલ ત્યારે તેનુ સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ મામલે ફરિયાદ થતા એ.ડિવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના મેમણવાડા વિસ્તારમાં રહેતા અરબાઝ આરીફ નૂરમહમદ ઉર્ફે ટીનુ કાલીયો તથા અરફાકશા ઈસ્માઈલશા રફાઈ સહિતનાઓ સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડા અંગેનું મનદુઃખ ચાલતુ હતું. દરમ્યાન ગતરાત્રીના અરબાઝ ગડર (ઉ.વ.22) મેમણવાડામાં પીજરા ફળીયાના નાકે બેઠો હતો. ત્યારે નૂરમહમદ ઉર્ફે ટીનુ તથા અશ્ફાકશા ઈસ્માઈલશા રફાઈ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો બાઈક પર આવીને અરબાઝ પર પાઈપ વડે તૂટી પડયા હતાં. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અરબાઝ ત્યાં ઢળી પડયો હતો. બેફામ મારમારી નૂરમહમદ ઉર્ફ ટીનુ તથા અશફાકશા રફાઈ સહિત પાંચેય શખ્સો નાસી ગયા હતા. અરબાઝને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ અંગે મૃતક અરબાઝના પિતા આરીફભાઈ સુલેમાનભાઈ ગડરે સુખનાથ ચોક વિસ્તારના નૂરમહમદ ઉર્ફે ટીનુ અશ્ફાકશા ઈસ્માઈલશા રફાઈ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ.ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી નાસી ગયેલ પાંચેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યાના પગલે તે વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...