તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરવા મજબૂર કર્યો:રૂડાના કાર્યપાલક ઇજનેર અને કોન્ટ્રાક્ટર્સ સામે ગુનો નોંધાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેસાણના યુવાનના 4 કરોડ ઓળવી જઇ મરવા મજબૂર કર્યો’તો

ભેંસાણના ભાજપ અગ્રણીના યુવાન પુત્રની ભાગીદારી પેઢીને રાજકોટના પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામનો કોન્ટ્રાક્ટ હતો. આ કોન્ટ્રાક્ટમાં કાર્યપાલક ઇજનેર અને ભાગીદારો રૂ. 4 કરોડ ઓળવી જતાં આખરે યુવાને ઝેર પી આપઘાત કર્યાની ફરિયાદ મૃતકના ભાઇએ પોલીસમાં નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભેંસાણના ભાજપ અગ્રણી કિરીટભાઇ ઉર્ફે કરશનભાઇ ડોબરિયાના પુત્ર ધવલ (ઉ. 35) ને રાજકોટના મુંજકામાં રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં ધવલનું રૂ. 4 કરોડ જેવી રકમનું રોકાણ થઇ ગયું હતું. પણ રૂડાના કાર્યપાલક ઇજનેર અને ધવલના ભાગીદારોના ત્રાસને લીધે બીલ અટક્યું હતું.

આથી ધવલ છેલ્લા એક વર્ષથી ડિપ્રેશનમાં રહેતો હતો. અને આખરે તેણે ભેંસાણમાં ઝેર પી આપઘાત કર્યો હતો. તેની સ્યુસાઇડ નોટના આધારે તેના ભાઇ દિવ્યેશે પિયુષ વલ્લભભાઇ પાનસુરિયા, સંદિપ તરશીભાઇ ગમઢા, કુમનભાઇ વરસાણી, કમલેશ ગોંડલિયા, સંજય સાકરિયા અને દર્શન સ્ટોનના મયુર નામના શખ્સો સામે પોતાના ભાઇને પૈસા ન આપી આર્થિક ભીંસમાં લાવી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ એ. ડી. વાળા ચલાવી રહ્યા છે. પોલીસે સ્યૂસાઈટ નોટ કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...