• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • An Offense Under The Land Grabbing Act Was Registered Against A Person Who Illegally Occupied Land In The Seam Of Ranigpara Village In Keshod.

લેન્ડ ગ્રેબિંગ:કેશોદના રાણીગપરા ગામની સીમમાં જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરનારા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની માલિકીની જમીનમાં વાવણી કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીગપરા ગામની સીમમાં એક મહિલાની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેનારા ખેડૂત સામે ફરિયાદ થતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. એક અઠવાડિયામાં કેશોદ પંથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ બે ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચવા પામી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કેશોદ શહેરમાં વેરાવળ રોડ પર રહેતા અને હાલ અમદાવાદ રહેતા કાંતાબેન પ્રભુદાસભાઈ ઘોડાસરા નામના મહિલાએ કેશોદ તાલુકાના રાણીગપરા ગામની સીમમાં સર્વે નં.313 ખાતા નં.470 વાળી આશરે દસ વીઘા જમીન વેચાણથી લીધી હતી. તેમાં કાંતાબેન અને તેના પતિ તેમજ પુત્રી વાવણી ક૨વા ગયેલા ત્યારે સવજી ઉર્ફે ચીના બચુ સરવૈયાએ કાંતાબેન અને અન્ય લોકોને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.

કાંતાબેનની જમીન પર સવજી ઉર્ફે ચીના સરવૈયાએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી તેમાં પોતે વાવણી કરી તેનો ઉપયોગ કરવા લાગ્યો હતો. આ અંગે કાંતાબેન ઘોડાસરાએ થોડા સમય પૂર્વે ફરિયાદ કરતા કેશોદ પોલીસે સવજી ઉર્ફે ચીના બાબુ સરવૈયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની કેશોદના ડીવાયએસપી જે.ડી.પુરોહિતે વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ પંથકમાં અઠવાડિયામાં બબ્બે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાતા ભુમાફિયાઓમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...