તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળાનો અસલી મિજાજ:જૂનાગઢમાં 2 દિવસ ઠંડીમાં 10.5 ડિગ્રીનો વધારો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • હજુ 2 દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે, આકરી ઠંડીથી બચવા લોકો મોટાભાગે ઘરમાં જ પૂરાઇ રહ્યા
 • શહેરમાં 7.8, ગિરનારમાં 2.8 ડિગ્રી ઠંડી, 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળવાની સંભાવના

જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડી બોકાસો બોલાવી રહી છે. લોકો રીતસરના થરથર ધ્રુજી ઉઠ્યા છે. દરમિયાન હજુ પણ 2 દિવસ સુધી આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.જોકે, 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત રહેશે તેવું પણ જાણવા મળતા લોકોને હાશકારો થયો છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીએ જમાવટ કરી છેે. પરિણામે લોકોને શિયાળાના અસલી મિજાજનો પરિચય મળી રહ્યો છે.

આકરી ઠંડીથી બચવા માટે મોટાભાગના લોકોએ ઘરમાં જ પૂરાઇ રહેવાનું મુનાસિબ માન્યું હતું. છેલ્લા 2 દિવસમાં તાપમાન જોતા 2 દિવસમાં ઠંડીમાં 10.5 ડિગ્રીનો વધારો થયો હોય લોકો ધ્રુજી ઉઠ્યા છે. આકરી ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. જ્યારે શહેરમાં 7.8 અને ગિરનાર પર 2.8 ડિગ્રી દાઢી ડગમગાવતી ઠંડી પડી છે. પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, 2 દિવસ બાદ લોકોને ઠંડીમાં આંશિક રાહત મળશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.

દરમિયાન મંગળવારે લઘુત્તમ 7.8, મહત્તમ 25.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 36 ટકા અને બપોર બાદ 19 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 6.2 કિમી પ્રતિ કલાકની રહેવા પામી છે.

31 ડિસેમ્બર બાદ 3 થી 4 ડિગ્રી ઠંડી ઘટશે
હાલ ઠંડી 7.8 ડિગ્રી પડી રહી છે, પરિણામે લોકોના હાજા ગગડી ગયા છે. દરમિયાન હજુ પણ બુધ અને ગુરૂવાર સુધી ઠંડી તેમજ ઠંડાગાર પવન ફુંકાશે. જોકે, હજુ 2 દિવસ થરથર ધ્રુજાવ્યા બાદ 31 ડિસેમ્બરથી ઠંડીમાં આંશિક રાહત રહેશે. 31 ડિસેમ્બર બાદ 3 થી 4 ડિગ્રી ઠંડી ઘટશે અને લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી સુધીનું રહેશે.

2.8 ડિગ્રીથી ગિરનાર ટાઢોબોળ
નાતાલની રજાને લઇ શહેરમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને પ્રવાસીઓ ગિરનારની સહેલગાહે જતા હોય છે. જોકે, 2.8 ડિગ્રી ઠંડીને લઇ ગિરનાર ટાઢોબોળ થઇ ગયો છે. પરિણામે આવનાર પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થશે. જયારે શહેરમાં મોડી રાત સુધી ધમધમતી બજારો પણ આકરી ઠંડીને કારણે સુમસામ બની જાય છે. હાડ થિજાવતી ઠંડીથી બચવા લોકો વ્હેલા ઘરભેગા થઇ રહ્યા છે. પરિણામે બજારોમાં ચહલ પહલ ઘટી ગઇ છે.

હજુ 2 દિવસ સુધી કોલ્ડવેવની સંભાવના
2 દિવસથી તો આકરી ઠંડી પડી રહી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2 દિવસ કોલ્ડવેવ રહેશે. ઠંડા પવન ફુંકાવાનું ચાલુ રહેવાનું હોય પરિણામે હજુ ગાત્રો થિજાવતી ઠંડી પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો