સદુપયોગ:વિદ્યાર્થીઓએ દોરેલા 175થી વધુ ચિત્રોનું યોજાયું પ્રદર્શન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કપરા સમયનો ચિત્ર દોરવામાં કર્યો સદુપયોગ

જૂનાગઢના શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોરોનાના કપરા કાળનો પણ સદુપયોગ કરી ચિત્રો બનાવ્યા હતા. આ ચિત્રોનું શહેરના જયશ્રી રોડ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે રવિવારે પ્રદર્શન યોજાયું હતું. સર્જન આર્ટસના વિદ્યાર્થીઓએ દિગ્વિજયસિંહ વાઘેલાના ઓન લાઇન માર્ગદર્શનમાં અલગ અલગ થિમ પર 175 ચિત્રો બનાવ્યા હતા.

શહેરના સરદાર પટેલ હોલ ખાતે યોજાયેલ આ ચિત્ર પ્રદર્શનને મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોએ નિહાળ્યું હતું. ખાસ કરીને કોરોના કાળમાં નેગેટેવિટી ભૂલી પોઝિટીવ થિંકીંગથી સર્જનાત્મક શક્તિને વિકસાવી બાળ ચિત્રકારોએ ચિત્રો બનાવ્યા હોય તેમની કળાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...