કાર્યક્રમ:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 1,200 સિક્કાનું પ્રદર્શન યોજાયું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના 75 વર્ષ થતા અમૃત મહોત્સવ અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સિક્કાનું પ્રદર્શન યોજાયું હતું. યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અને ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરીટેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રદર્શનમાં નવાબી કાળના, અન્ય દેશી રાજ્યોના, બ્રિટીશ ઇન્ડિયા અને આઝાદ ભારતના 1,200 સિક્કા રાખવામાં આવ્યા હતા. સિક્કાના પ્રદર્શનને ડો. જય ત્રિવેદીએ ખુલ્લું મુક્યું હતું. આ તકે પ્રો. જે.એસ. દોશી, ડો. વિશાલ જોશી, ડો. રમેશ ચૌહાણ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

પ્રદર્શનને 600થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વિભાગોના અધ્યક્ષોએ નિહાળ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમાં યોજાયેલ પ્રદર્શનના કાર્યક્રમને સફળ બનાવવા આયોજક કમલેશભાઇ કોરડીયા, ભાવેશભાઇ વસવેલીયા, પ્રો. લીલીત પરમાર, સમીર ગોંડલીયા, હેતલ ચુડાસમા તેમજ મુદ્રા ઇકો સોસાયટીના સંગ્રાહક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...