એક દિવાળી માનવતાની:ઉના-ગીરગઢડામાં માનવતાની મિસાલ સમી દિવાળીની ઉજવણી, જેની પાસે છે તેની પાસેથી લઇને યુવાનોએ ગરીબોને આપ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 હજારથી વધુ કપડા, સ્વેટર, બૂટ-ચપ્પલ સહિતની ઘરવખરી અને ચીજવસ્તુઓ એકત્ર થઈ

સ્વતંત્રતાની લડત દરમિયાન અનેક જરૂરિયાત વાળા લોકોને મળ્યાં પછી ગાંધીજીએ 'અપરિગ્રહ' નામે ઝુંબેશ ચલાવેલી 'અપરિગ્રહ'નો અર્થ થાય બિનઉપયોગી વસ્તુઓનો સંગ્રહ ન કરવો. ગાંધીજીના આ વિચારને આજે ચરિતાર્થ કરે છે: 'એક દિવાળી માનવતાની' ઉના-ગીરગઢડાના પંથકના યુવાનોએ સાથે મળીને 'એક દિવાળી માનવતાની' નામે મહા અભિયાન આદર્યું છે. જેમાં સક્ષમ લોકો પોતાના જરૂરિયાત વગરના કપડાં વગેરે ઉપયોગી વસ્તુઓ ત્યાં આપી જાય અને જે જરૂરિયાત વાળા વ્યક્તિઓ છે એ લઈ જાય. આ યુવાનો માધ્યમ રૂપ છે કે, 'છે એમની પાસેથી લઇ અને નથી એમને પહોંચાડે છે.'

પ્રકાશનું પર્વ દિવાળી આપણે દ્વારે છે. ત્યારે આપણી વચ્ચે આજે પણ એક વર્ગ એવો કે, જ્યાં મોંઘવારીમાં પેટનો ખાડો માંડ પુરાય છે ત્યાં દિપાવલીમાં નવા કપડાં, બુટ-ચપ્પલ સહિતની ચીજવસ્તુઓ ખરીદવાની વિચાર કરવાની વેળા પણ હોતી નથી. આ વર્ગને ધ્યાને રાખીને ઉનામાં એક દિવાળી માનવતાની ગ્રુપે નગરજનો સમક્ષ ટહેલ નાખી હતી. જેના પરિણામે બાળકો, પુરુષો અને મહિલાઓ માટે 25 હજારથી વધુ કપડા, સ્વેટર, બૂટ-ચપ્પલ સહિતની ઘરવખરી અને ચીજવસ્તુઓ એકત્ર થઈ હતી.

ઉના પંથકના યુવાનોએ સાથે મળીને 'એક દિવાળી માનવતાની'એ નામે મહા અભિયાન આદર્યું છે. જેમાં સક્ષમ લોકો પોતાના જરૂરિયાત વગરના કપડાં વગેરે ઉપયોગી વસ્તુઓ ત્યાં આપી જાય અને જે જરૂરિયાત વાળા વ્યક્તિઓ છે એ લઈ જાય. આ યુવાનો માધ્યમ રૂપ છે કે, 'છે એમની પાસેથી લઇ અને નથી એમને પહોંચાડે છે.'

પ્રારંભિક તક્કામાં આ ટએક દિવાળી માનવતાનીટ માત્ર ઉના પૂરતી મર્યાદિત હતું, હવે ગીરગઢડા પણ જોડાયું છે જેથી આ પ્રકલ્પનો લાભ ઉના-ગીરગઢડાના તમામ ગામડાઓ તાલુકામથકે આવીને જ્યાં આ પંડાલ રાખવામાં આવે છે ત્યાં આવીને લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...