ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃત કરાયા:વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે વિશે માહિતગાર કરવા જૂનાગઢની સરકારી સ્કૂલમાં ચૂંટણી યોજાઈ

જુનાગઢ3 દિવસ પહેલા

જૂનાગઢની ગિરનાર રોડ ઉપર આવેલી સરકારી કન્યા શાળા નંબર 4 માં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિધાનસભાની ચૂંટણીમાં મત કેવી રીતે આપવામાં આવે છે અને કેવી પ્રક્રિયાઓ કે કામગીરી કરવામાં આવતી હોય છે. તેમજ આ ચૂંટણીઓમાં મતદાનનું શું મહત્વ હોય છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 6 થી 8 ના વિદ્યાર્થીઓ જ ઉમેદવાર હતા અને તેમને ચૂંટણી ચિન્હ પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્કૂલના જ વિદ્યાર્થીઓએ મતદાન કેવી રીતે કરવું અને મતદાન માટેની કેવી પદ્ધતિઓ છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતા.

બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ ચૂંટણીની કામગીરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીઓમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક આ શાળાની ચૂંટણીમાં ભાગ લીધો હતો.

ચૂંટણીની પ્રક્રિયાઓ વિશે માહિતી અપાઈ
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આજે શાળા દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મત કેવી રીતે આપી શકાય અને ચૂંટણીની પ્રક્રિયાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. દરેક વ્યક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
​​​​​​​સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકો જાણે એ માટે શાળા નંબર 4 માં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ ઉમેદવાર બને અને વિદ્યાર્થીઓ જ મતદાર બને એ માટે ધોરણ 6 થી 8 ના કેવી રીતે થાય તેની પ્રક્રિયાથી માહિતગાર કરવા વિદ્યાર્થીઓને ઉમેદવારી ફોર્મ ભરવાથી માંડી અને ગણતરી કેવી રીતે થાય તેની માહિતી આપવા માટે આ ચૂંટણીનો આયોજન કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...