નિર્માણ:ચાંપરડામાં રૂપિયા 2.51 કરોડના ખર્ચે અદ્યતન પશુ હોસ્પિટલનું નિર્માણ થશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુમિ પૂજન કરાયું, 50થી વધુનો સ્ટાફ, એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે પૂજ્ય મુક્તાનંદબાપુની પ્રેરણાથી અને સ્વ. રતિલાલ ગોવિંદજી ભટ્ટ પરિવારના સહયોગથી 2.51 કરોડના ખર્ચે પશુ ચિકીત્સા હોસ્પિટલનું નિર્માણ થશે. જે કામનું ભુમિપૂજન કરાયું હતું. આ તકે મુક્તાનંદબાપુએ કહ્યું હતું કે, આ હોસ્પિટલના નિર્માણ બાદ વિસાવદર, મેંદરડા, ભેંસાણ, બીલખા પંથકના પશુ- પક્ષીઓને સારવાર મળશે. અને અદ્યતન સાધનો પણ વસાવાશે. આ ઉપરાંત તમામ વિભાગના તબીબોની પણ નિમણૂંક કરાશે. તેમજ લેબોરેટરી પણ શરૂ કરાશે. આ ઉપરાંત પશુઓને સમયસર સારવાર મળી રહે માટે એમ્બ્યુલન્સ પણ કાર્યરત રહેશે. તેમજ 50થી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...