કડક કાર્યવાહી:જૂનાગઢના બુટલેગર બે સગ્ગા ભાઇઓ સામે પાસાનું શસ્ત્ર

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બન્નેને ઝડપી લઇ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયા

જૂનાગઢ એલસીબીએ બુટલેગર 2 સગ્ગા ભાઇઓ સામે પાસા લાગુ કરી બન્નેને ઝડપી લઇ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ધકેલી દીધા છે. આ અંગે મળતી વિગત મુજબ પ્રોહિબીશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ કડક હાથે કામ લેવા સૂચના આપી હતી.

બાદમાં એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન જોષીપરાના બુટલેગર બે સગ્ગા ભાઇઓ શાહનવાજ ઉર્ફે શાહુ હનિફભાઇ બ્લોચ અને સમીર હનિફભાઇ બ્લોચ સામે સામે પાસા લાગુ કરાયો છે. સમીર બ્લોચ સામે એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જેને જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારધીએ મંજૂર કરી 6 ફેબ્રુઆરી 2020ના વોરંટ ઇશ્યુ કર્યું હતું.

જ્યારે શાહનવાજ ઉર્ફે શાહુ હનિફ બ્લોચ સામે બી ડિવીઝને પાસાની દરખાસ્ત કરી હતી જેને જિલ્લા મેજીસ્ટ્રેટ રચિત રાજે મંજૂર કરી 28 સપ્ટેમ્બર 2021ના પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા અને સ્ટાફે બુટલેગર બન્ને ભાઇઓને તેના ઘરેથી ઝડપી લઇ 2 ઓકટોબરે સેન્ટ્રલ જેલ અમદાવાદ ધકેલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...