ધરપકડ:રાજકોટ ખુન કેસમાં આજીવન કેદની સજાનો ફરાર આરોપી ઝડપાયો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામીનની મુદ્દત પૂરી થતાં જેલમાં હાજર નહોતો થયો, જૂનાગઢના ગાંધીગ્રામમાં હતો

રાજકોટ જેલમાંથી આજીવન કેદની સજા પામેલો આરોપી જામીનની મુદ્દત પુરી થવા છત્તાં જેલમાં હાજર નહોતો થયો. જેને જૂનાગઢ પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. રાજકોટ જીલ્લા જેલમાંથી તા. 22 ઓગષ્ટ 2022 ના રોજ રોજ 10 દિવસની પેરોલ રજા મેળવી કૈલાસ ભાયા રાડા (ઉ. 37, રે. જૂનાગઢ, મેઘાણીનગર) ફરીથી હાજર નહોતો થયો. તેણે વર્ષ 2011 માં રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરી હતી.

જેમાં તે આજીવન કેદની સજા ભોગવતો હતો. તે જૂનાગઢમાં પોતાને ઘેર આવ્યો હતો. તે જૂનાગઢના સંજયનગર ગાંધીગ્રામ વિસ્તારમાં આંટા મારતો હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ પ્રદીપભાઈ ગોહેલ, એએસઆઈ ઉમેશભાઈ વેગડા, સંજયભાઈ વઘેરા, દિનેશભાઇ છૈયા, જયેશભાઈ બાંભણીયાએ વોચ ગોઠવી ઝડપી લઇ રાજકોટ જિલ્લા જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...