પ્રાચિન કાળમાં આપણો વારસો વિજ્ઞાન અને પ્રોધ્યોગિક દ્રષ્ટિએ ખુબ જ પુષ્કળ હતો. આપણા દેશમાં રહેતા ઋષિઓ બહુ જ ઉચ્ચ કોટીના વિદ્વાન અને વૈજ્ઞાનિક હતા. તેઓ વધારે પુરતા સમય માનવવસ્તીથી દુર જંગલોમાં ભણેલા તેઓના આશ્રમ જેણે કે રિસર્ચ લેબોરેટરી કહીએતો અતિસીયોક્તિ નથી. અહિ તેઓ ઉચ્ચ કોટીના રિસર્ચ કરતા અને સરસ રીતેના નવા નવા વૈજ્ઞાનિક ઉપકરણો બનાવીને તેની માહીતી હસ્તલિખિત પાંડુલીપિમા સહેજતા હતા.
પ્રાચીન ભારતની મુખ્ય ભાષા ઉચ્ચકોટીના સંસ્કૃત હોવાના કારણે પ્રાચીન જ્ઞાન હસ્તલિખિત સંસ્કૃત ભાષાની પાન્ડુ લિપિઆઓમાં ઉપલબ્ધ હતા. પરંતુ સમયાતરે ભારત પર વિદેશી આક્ર્મણ કારોએ ભારતમાં લુંટ મચાવી ભારતની વૈજ્ઞાનીક ઉપલબ્ધી ધરાવતી પાડું લિપીઓને પણ નષ્ટ કરી દિધી. એમ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ કે. ગૌસ્વામી કહે છે. તેઓ પોતાની વાતને ઉદાહરણ સાથે કહે છે કે, તુર્કીથી આવેલા એક આક્રમણકારી બખ્તિયાર ખીલજી હતો.
વિશ્વ વિદ્યાલય નાંલદામાં આગ લગાડી દીધી હતી
જેણે ભારતીય જ્ઞાન નષ્ટ કરવાના ઉદ્દેશથી ભારતની પ્રાચીન વિશ્વ વિદ્યાલય નાંલદામાં આગ લગાડી દીધી હતી. જેમાં યુનિવર્સિટીમાં ઉપલબ્ધ લગભગ 90 કરોડ પુસ્તકો અને હસ્તલિખિત પાડું લિપિઓની આગ મહિનો સુધિ ચાલી હતી. ત્યા ભણવતા શિક્ષકો અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓના કતલેઆમ કરી દેવામાં આવી હતી. તેઓ નાંલદાની સાથે કોઈ અન્ય યુનિવર્સિટીઓમાં પણ આવી રીતે નષ્ટ કરનારી પ્રક્રિયા ચલાવીને અર્જીતજ્ઞાન અને વિજ્ઞાનને મોટા પાયે હાની પહોંચાડી હતી.
ભારતીય ગ્રંથોમા ઉલ્લેખિત વિમાનોની ડિઝાઈન વૈજ્ઞાનીક રૂપે સફળ
મહર્ષિ ભારદ્વાજ દ્વારા લિખિત વિમાનશાસ્ત્રમાં પૌરાણિક ભારતનાં વિજ્ઞાન અને પ્રોધ્યોગિકીના ઘણા બધા પ્રમાણો ઉપલબ્ધ છે. જેમાં ઉલ્લેખિત રૂકમણ વિમાનોની મોડેલ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા વિન્ડટર્નલ ટેસ્ટ વિમાનોની ડિઝાઈન ટેસ્ટ કરવામાં વપરાય છે. આ રીતે ટેસ્ટ કરિને સિધ્ધ કર્યું કે, ભારતીય ગ્રંથોમા ઉલ્લેખિત વિમાનોની ડિઝાઈન વૈજ્ઞાનીક રૂપે સફળ છે. ઘણા બધા દેશો આજે વેદો, ઉપનિષદો, ભગવતગીતા અને અન્ય ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખિત જ્ઞાન ઉપર રિસર્ચ કરી રહ્યા છે.
વૈમાનિકશાસ્ત્ર નામનો સંસ્કૃત ગ્રંથ ઉડ્ડયન વિજ્ઞાનને સમર્પિત
પ્રાચીન ભારતમાં વિમાનવિધાનો ઇતિહાસ વૈદિકકાળ જેટલો જૂનો છે. કેટલાંક હિન્દુ અને જૈન પુરાણોમાં વિમાનનું વર્ણન ઉડી શકનારા રથ કે મહેલ તરીકે કરવામાં આવ્યું છે. વૈમાનિકશાસ્ત્ર નામનો સંસ્કૃત ગ્રંથ ઉડ્ડયન વિજ્ઞાનને સમર્પિત છે. તેમાં વિભિન્ન પ્રકારનાં વિમાનોનાં વર્ણન અને રેખાકૃતિઓનો સમાવેશ થાય છે. રુક્મ, સુંદર, ત્રિપુર અને શકુન વિમાનએ તેનાં નોંધપાત્ર ઉદાહરણો છે.રુક્મનો અર્થ થાય છે સુવર્ણ તે કૃતક વિમાનનો એક પ્રકાર હતો, જે દેખાવે આજના રોકેટ જેવું હતું.
શકુન વિમાન 3 પાંખ સહિત 28 અંગો ધરાવતું
સુંદર વિમાનએ રુક્મ જેવું હતું, પણ તેનો બેઝ પહોળો હતો અને તેમાં એક જ પંખો હતો, જ્યારે તેના પછી આવેલાં વિમાનોમાં 4 પંખા હતા. ત્રિપુરની રચના સબમરીન જેવી હતી. જેમાં આગળના ભાગે પ્રોપેલર અને પાછળના ભાગે રડાર આવેલું હતું. શકુન વિમાન 3 પાંખ સહિત 28 અંગો ધરાવતું હતું. અને દેખાવે તે પક્ષી જેવું હતું. આપણા વારસો વિજ્ઞાન અને પ્રોધ્યોગિકમાં ખુબ આગળ હતા જે આપણા માટે ખુબ ગર્વની વાત છે અને આપણે પણ આ વારસા અને જ્ઞાન પર રિસર્ચ કરીને આજના સમય પ્રમાણે તેના પર રિસર્ચ કરીને તેનો લાભ લેવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.