તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાસ્ટ ટેગમાં પણ ચાલતું લોલમલોલ:ગાડી જૂનાગઢ બહાર ગઇ નથી છત્તાં ભરૂડી ટોલ નાકાનો ચાર્જ કપાઇ ગયો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના વ્યક્તિએ બેન્કમાં કરી લેખીત રજૂઆત

ફાસ્ટ ટેગમાં પણ લોલમલોલ ચાલતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ગાડી બહાર ગઇ ન હોવા છત્તાં બેન્ક એકાઉન્ટમાંથી ફાસ્ટ ટેગના નાણાં કપાઇ જતા આ મામલે બેન્કમાં રજૂઆત કરાઇ છે. આ અંગે શહેરની હરદ્વાર સોસાયટીમાં રહેતા વિઠ્ઠલભાઇ શંભુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદ ચોકની બેન્ક ઓફ બરોડામાં મારૂં ફાસ્ટ ટેગનું એકાઉન્ટ ચાલે છે. તેના દ્વારા ફાસ્ટ ટેગના મેસેજ આવે છે.

દરમિયાન 11 જૂલાઇના સાંજના 6 વાગ્યાને 53 મિનીટ અને 15 સેકેન્ડ એક મેસેજ આવે છે કે, તમારી કાર નંબર જીજે 11 એએસ 9288 ભરૂડી ટોલનાકા પાસેથી પસાર થતા ફાસ્ટ ટેગના 40 રૂપિયા તમારા ખાતામાંથી ડેબીટ કરાયા છે. જોવાની ખૂબી એ છે કે, મારી કાર લઇને હું ભરૂડી ટોલનાકું કે, જે જૂનાગઢથી રાજકોટની વચ્ચે ગોંડલ પાસે આવે છે ત્યાં ગયો જ નથી! જ્યારે મારી કાર જૂનાગઢ બહાર ગઇ જ નથી તો ફાસ્ટ ટેગનો ચાર્જ કેવી રીતે લાગ્યો? જ્યારે મારા ફાસ્ટ ટેગનો ક્યૂઆર કોડ કેવી રીતે સ્કેન થયો હશે તે તપાસનો વિષય છે.

આ અંગે બેન્કને જાણ કરવા છત્તાં કોઇ જવાબ મળતો નથી. ત્યારે ફાસ્ટ ટેગની કામગીરીમાં લોલમલોમ ચાલતું હોવાનો આક્ષેપ કરી વિઠ્ઠલભાઇએ આ મામલે તપાસ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...