માર્ગદર્શન:EPFO દ્વારા ફોર્મ બહાર પડ્યા નથી છતાં ફોર્મ ભરવાના પૈસા પડાવાય છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • EPFO ફોર્મ અંગે નિવૃત એસટી કામદાર સંગઠન માર્ગદર્શન આપશે

એસટીમાં ઇપીએફઓ દ્વારા અમુક લાભ માટેના ફોર્મ ભરવાના બહાને માતબર રકમ લઇ ફોર્મ ભરી આપે છે. પરંતુ સરકાર કે ઇપીએફઓ દ્વારા આવા કોઇ ફોર્મ બહાર પાડવામાં આવેલ નથી. તેમ છતા નિવૃત્ત કર્મચારી પાસેથી ફોર્મ ભરવાને બહાને જુદી જુદી રીતે અને જુદા જુુદી રકમ ઉઘરાવવામાં આવતી હતી.આવા ફ્રોડથી બચવા માટે છતા પણ પૈસા ઉઘરાવવા માટે આવા ફોર્મ મારફતે જુદી- જુદી રીતે પૈસા પડાવવામાં ન આવે તેની સામે માર્ગદર્શન આપવા અને ચર્ચા વિચારણાં કરવા એસટી નિવૃત કામદારના પ્રમુખ પી.વી. ઠાકર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

કંડકટર તરીકે ફરજ બજાવતી ગર્ભવતી મહિલાઓની મુશ્કેલી અંગે આવેદન
એસટીમાં કંડકટર તરીકે ફરજ બજાવતી ગર્ભવતી મહિલાઓની મુશ્કેલી અંગે અમદાવાદ ખાતેની સેન્ટ્રલ ઓફિસનાં મેનેજીંગ ડિરેકટરને મોકલવા માટેનું આવેદનપત્ર તા. 5 ના એસટી વિભાગીય નિયામક, મોતીબાગ ખાતે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...