તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ખેતરમાં કાંટાળી ફેન્સીંગ સાથે જાળી લગાવવામાં પણ સહાય આપો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ખેતરમાં ઉભા પાકને વન્યપ્રાણી દ્વારા થતું નુકસાન અટકાવવા
 • વડાલ જૂથ સહકારી મંડળીના પ્રમુખની ગાંધીનગર રજૂઆત

વન્યપ્રાણીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં ઉભા પાકને થતું નુકસાન અટકાવવા માટે કાંટાળી ફેન્સીંગ સાથે જાળી બનાવવામાં પણ સહાય આપવા માંગ ઉઠી છે.આ અંગે વડાલ જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રવિણભાઇ ઠુમરે ગાંધીનગર સ્થિત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સેકશન અધિકારીને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, વન્યપ્રાણીઓ ખેતરમાં ઉભા પાકને નુકસાન ન કરે તે માટે ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પરંતુ તેમ છત્તાં અનેક વન્યપ્રાણીઓ ખેતરમાં ઘુંસી જઇ પાકને નુકસાન કરે છે.ત્યારે ખેડૂતો કાંટાળા તારની વાડ બનાવે તેમાં ઝાળીની વાડનો પણ સમાવેશ કરી તેના માટે પણ આર્થિક સહાય આપવાની ખેડૂતો વતી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો