તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીને રજૂઆત:જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મીઓને પણ પેન્શન આપો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યની 8 પૈકી 7 મહાનગરપાલિકામાં અપાય છે ત્યારે

જૂનાગઢ પાલિકાના નિવૃત્ત કર્મીઓને પેન્શન આપવા માંગ કરાઇ છે. આ અંગે ચિમનલાલ યાદવે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, રાજ્યની 8 પૈકી જૂનાગઢ સિવાયની 7 પાલિકામાં નિવૃત્ત કર્મીઓને પેન્શન અપાય છે. જ્યારે અનેક પાલિકામાં પણ નિવૃત્તિ બાદ પેન્શન અપાય છે. ગુજરાત હાઇકોર્ટે પણ સીપીસી યોજનામાં પેન્શન આપવા અંગે ચુકાદો આપ્યો છે.

બીપીએમસી, જીપીએમસી એકટમાં પણ પેન્શન આપવાની સ્પષ્ટ જોગવાઇ છે. આ મામલે સીએમને કરેલી રજૂઆતના સંદર્ભે સીએમ કાર્યાલય તરફથી જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ છે. છત્તાં આ અંગે અરજદારને થયેલ કામગીરી અંગે જાણ કરવામાં આવી નથી. ત્યારે મનપાના નિવૃત્ત કર્મચારીઓ સિનીયર સિટીઝનો હોય તેમને જીવન નિર્વાહ માટે મદદ મળી રહે અને તે સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે નિયમાનુસાર પેન્શનની રકમ આપવા ફરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...