ફરીયાદ:મૃત વ્યક્તિની પરમીટ પર પણ બીયર ખરીદી લાવ્યા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વંથલી પોલીસે બીયર લઇ જનાર, જીવીત પરમીટ ધારક બધા સામે ગુનો નોંધ્યો

વંથલી પોલીસે પોરબંદર જિલ્લાના કડછ ગામના લીકર પરમીટ ધારકોએ બીયર લાવવા બીજાને પરમીટો આપી હતી. આથી પોલીસે બીયર લઇ જનાર અને તેઓને પરમીટો આપનાર સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ કરતાં એક પરમીટ ધારક તો જીવીત જ ન હોવાનું ખુલ્યું હતું. આથી આ અંગે લીકર પરમીટના શરત ભંગની ફરીયાદ નોંધાઇ છે. ગત તા. 29 જુન 2022 ના રોજ બપોરે 2:30 વાગ્યે એક કારમાં બીયરનો જથ્થો પસાર થનાર હોવાની બાતમીના આધારે વંથલી પોલીસે વોચ ગોઠવી હતી. અને જીજે 27 ડીબી 4309 નંબરની અર્ટીગા કારને રોકી તલાશી લેતાં તેમાંથી રૂ. 45,760 ની કિંમતના બીયરના 208 ટીન મળી આવ્યા હતા.

પોલીસે કારમાં બેઠેલા કરણભાઇ ભોજાભાઇ ઓડેદરા (ઉ. 21) અને ભોજાભાઇ રણમલભાઇ ઓડેદરા (ઉ. 42) હોવાનું જણાવ્યું હતું. જેમાં ભોજાભાઇ પાસે પોતાની પરમીટ હતી. પણ એના પર તેમણે બીયર ઇસ્યુ કરાવ્યો નહોતો. પણ એ સિવાય તેઓ પાસેથી માલદેભાઇ નાગાભાઇ કડછા, કારા વેજાભાઇ કડછા, રાજા ખીમા કડછા અને એભા પરબત પરમારની પરમીટો મળી આવી હતી. જોકે, આ પૈકી કોઇ તેમની સાથે નહોતું.

આથી પોલીસે એ ચારેય પરમીટ ધારકો ઉપરાંત કરણ અને ભોજાભાઇ સામે ગુનો નોંધ્યો છે. દરમ્યાન પ્રાથમીક તપાસમાં એક પરમીટ ધારકનું તો બેએક વર્ષ પહેલાં મૃત્યુ થયું છે. આમ છત્તાં તેના નામે પણ બીયર ખરીદાયાનું પણ ખુલ્યું છે. બનાવ અંગે વંથલી પોલીસના સુમીતકુમાર ગોવીંદભાઇ રાઠોડે લીકર પરમીટની શરતના ભંગ અંગેની ફરીયાદ નોંધાવી હતી. બનાવની તપાસ પીએસઆઇ વી. કે. ઉંજીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...