આવેદન:રાયડી નેસમાં આવેલ મંદિરે પૂજન,દર્શનની મંજૂરી આપો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે પ્રવેશબંધી કરતા ભક્તોની લાગણી દૂભાઇ
  • 39 ગામના ભક્તો વતી હિન્દુ સંગઠનોનું આવેદન

ગિર જંગલના રાયડી નેસમાં આવેલ મંદિરે દર્શન, પૂજન, સેવા કરવા જવા દેવાની મંજૂરી આપવાની માંગ સાથેનું આવેદન વન વિભાગને અપાયું છે. આ અંગે વડલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી જીવા ભગતે જણાવ્યું હતું કે, ગિર જંગલના રાયડી નેસમાં પૌરાણિક વડલેશ્વરનું મંદિર આવેલું છે. આ મંદિર ફોરેસ્ટની હદમાં આવે છે. જોકે, દર દર્ષે વન વિભાગ દ્વારા ભકતોને મંદિરે દર્શન, પૂજન, સેવા અર્થે જવાની મંજૂરી આપવામાં આવે છે.

પરંતુ ચાલુ વર્ષે મંજૂરી ન આપતા મહાદેવના ભક્તોની લાગણી દૂભાઇ રહી છે. ત્યારે આ મામલે મંદિરના મહંત જીવાભગત, આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ખડીયા, આણંદપુર, પાતાપુર, સુખપુર, ઘુડવદરના સરપંચોએ આજુબાજુના 39 ગામોના ભક્તો વતી સીસીએફને આવેદન આપી મંદિર કાયમી પૂજા કરવા પૂજારી જીવાભગતને પ્રવેશ આપવા તેમજ શ્રાવણ માસ દરમિયાન મહાદેવને ભક્તોને પ્રવેશની મંજૂરી આપવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...