તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:સોનાપુરીમાં સાઉન્ડ સિસ્ટમ લગાડવાની મંજૂરી આપો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના સોનાપુરી સ્મશાનમાં સાઉન્ડ સિસ્ટમ લગાડવાની મંજૂરી આપવા માંગ કરાઇ છે. આ અંગે શ્રી મારૂતિ યુવક મંડળના રાજેન્દ્રસિંહ ચૌહાણે મનપાના કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, સોનાપુરી સ્મશાનમાં જૂનાગઢ શહેર ઉપરાંત આજુબાજુના ગામડામાંથી પણ લોકો પોતાના મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવે છે. અહિં શોકમય અને આઘાતજનક વાતાવરણ હોય છે. ત્યારે આ ગમગીની દૂર કરવા અને આધ્યાત્મિકતા તેમજ ધાર્મિકતા સભર વાતાવરણ ઉભું કરવા માટે સાઉન્ડ સિસ્ટમ હોવી જરૂરી છે.

જેના કારણે સનાતન ધર્મની પરંપરા મુજબ ગીત સંગીત વગાડવામાં આવે તો વાતાવરણમાંથી ગમગીની દૂર થશે. મૃતકના સ્વજનને આશ્વાસન મળશે અને વાતાવરણ પણ પવિત્ર બનશે.

અન્ય સમાચારો પણ છે...