તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Allocation Of Rs. 9 Crore For Construction Of Roads In 7 Rural Areas Under Mukhyamantri Gram Sadak Yojana In Two Talukas Of Gir Somnath

મંજૂરી:ગીર-સોમનાથના બે તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 7 ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બનાવવા રૂ.9 કરોડની ફાળવણી

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્‍તાની પ્રતિકાત્‍મક તસ્‍વીર - Divya Bhaskar
રસ્‍તાની પ્રતિકાત્‍મક તસ્‍વીર
  • કોરોનાના લીધે ઠંડા પડેલ વિકાસના કામોને ગતિ આપવાના ભાગરૂપે મંજૂરી અપાઈ

રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે થોડા સમય માટે વિકાસ કામોની ગતી ધીમી પડી હતી. જે ફરી વેગવાન બનાવવા ગીર સોમનાથ જિલ્લાના વિકાસકામોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં રસ્તાના રૂ.9 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ હાઇવેથી હીરાકોટ બંદરને જોડતો રસ્તો, ઉંબરીથી વાવડી સીમશાળા થઇ મોરાસા વાવડી (ઓડીઆર) રોડને જોડતો રોડ, હરણાસા પ્રાથમિક શાળાથી ત્રિવેણી સીમશાળા થઇ સુત્રાપાડા નગરપાલિકા રોડને જોડતો રોડ, લાખાપરા આંણદપરા રોડ, રમળેચી ગામથી માર્કેટીંગ યાર્ડ તાલાળાને જોડતો રસ્તો, મહોબતપરા રાતીધાર રોડ અને સરા આલીદ્રા રોડ માટે રૂ.9 કરોડના ખર્ચ બનનાર 7 રસ્તના કામોને મંજુરી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે આપી છે.

અન્ય સમાચારો પણ છે...