તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જૂનાગઢમાં ફાયર NOC વિના કોવિડ હોસ્પિટલને મંજૂરી અપાયાનો આક્ષેપ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદની મંજૂરી આપવા કરાઇ માંગ

જૂનાગઢમાં ફાયર એનઓસી વિનાની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે. આ અંગે તુષાર સોજીત્રાએ રાજ્યના ચિફ સેક્રેટરી સહિતનાને મેઇલ પાઠવ્યો છે. મેઇલમાં જણાવાયું છે કે,દરેક હોસ્પિટલમાં ફાયર એનઓસી હોવું જરૂરી છે. છત્તાં જૂનાગઢમાં ફાયર એનઓસી ન ધરાવતી હોય તેવી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપી દેવાઇ છે.

આ અંગે હોસ્પિટલને સિલ કરવાની રજૂઆત કરવા છત્તાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આવા અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી કોઇ પગલાં ન લઇ ભારતીય દંડ સહિતાની કલમો હેઠળ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો આચરેલ છે. ત્યારે આવા અધિકારી સામે કાર્યવાહી કરવાની મંજુરી આપવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...