આક્ષેપ:પ્રાંસલી સહકારી મંડળીમાં ધિરાણ ફેરબદલનાં 400 લેવાયાનો આક્ષેપ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીની જમીન ઉપર અપાતા ધિરાણમાં ફેરબદલ કરવાની હોય છે

પ્રાંસલી ગામે આવેલી સેવા સહકારી મંડળી દ્વારા ખેતીની જમીન ઉપર ધિરાણ આપવામાં આવે છે. જે રકમને દર વર્ષે ફેરબદલ કરવાની થતી હાેય છે, ત્યારે ચાલું વર્ષે આ ધિરાણ રકમનું ભરણું કરી તે રકમ ફરી ઉપાડતી વખતે 1 લાખની રકમ પર મંડળી દ્વારા 400 જેવી રકમ વધુ લેવાતી હાેવાનાે આેડિયાે વાયરલ થયો હતો અને સભાસદાે વચ્ચે ભ્રષ્ટાચાર થયાે હાેય તેમ ઉગ્ર વિરાેધ ઉઠી હતો. આ વાત કેશાેદ તાલુકા ખેડુત પુત્ર હિત રક્ષક સમિતિના ધીરૂભાઇ જાટિયા અને ભરતભાઇ લાડાણીને વાત ધ્યાને આવતાં તેમણે કલેક્ટર તેમજ જીલ્લા રજીસ્ટારને ફરીયાદ કરી હતી બાદ જીલ્લા રજીસ્ટાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેની ઓડીટર ટીમ દ્વારા આશરે 50 કરતાં વધુ ધિરાણ લેનારા સભાસદાે નિવેદનાે નાેંધવામાં આવ્યા હતાં.

હવે જિલ્લા રજીસ્ટાર તપાસ કરશે
જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ રજીસ્ટાર ઓડીટર પી. એસ. બારડે જણાવ્યું કે આશરે 50 સભાસદાેના નિવેદનાે લેવાયા છે જે જિલ્લા રજીસ્ટારને સાેંપાતા તેઓ તપાસ કરશે.

વધારે રૂપિયા લેવામાં આવ્યાની વાત ખોટી
પ્રાંસલી સેવા સહકારી મંડળી પ્રમુખ નિર્મળભાઇ ડાંગરે જણાવ્યું કે, અમારી મંડળીમાં કાેઇપણ પ્રકારનાે ગેરવહીવટ થતાે નથી. જયારે ધિરાણ ફેરબદલ કરવા 1 લાખની રકમ ઉપર 400 રૂપિયા વધારે લેવાની વાત ખાેટી છે.

અન્ય સમાચારો પણ છે...