તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Allegations In Vanthali Municipality's CCTV And Speed Breaker Case, Ex corporation President's Husband Sends Letter To Chief Officer

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:વંથલી પાલિકાના સીસીટિવી અને સ્પીડ બ્રેકર મામલે આક્ષેપ, પૂર્વ પાલિકા પ્રમુખના પતિએ ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વંથલી નગરપાલિકાએ સીસી ટિવી ફિટીંગ માટેના સાધનોની ખરીદીના પેમેન્ટ સામે પૂર્વ પાલિકા પ્રમુખના પતિએ વાંધો ઉઠાવ્યો હતો. અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ સિરાજભાઇ વાજાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી 2019-20 માં શહેરમાં સિટી સર્વેલન્સ માટે ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસથી સીસી ટિવી અને તેના ફિટીંગ માટેના જરૂરી સાધનોની ખરીદી કરી ફીટ કરવાની કામગિરી ચાલુ હતી. જે પૈકીનું થોડું કામ બાકી હતું.

જેમાં વંથલીનો તમામ વિસ્તાર કવર્ડ થતો હતો. છત્તાં તા. 12 ઓક્ટો. 2020 ના રોજ પોતે વાંધો લેવા છત્તાં ગેરકાયદેસર ખરીદી પ્રક્રિયા કરી હોવાના આક્ષેપ સાથે સિરાજભાઇએ વાંધો લીધો હતો. આમ છત્તાં તેનું પેમેન્ટ ચૂકવી દેવાયું હતું. વળી આ ખરીદી વગર જાહેરાત અને વગર ટેન્ડરે કરી હતી. આ ઉપરાંત ગાઇડલાઇન વિરૂદ્ધ ઓછા અંતરે પીવીસી સ્પીડ બ્રેકર નાંખી વધુ સ્પીડ બ્રેકર નાંખી મોટું બિલ બનાવી ભ્રષ્ટાચાર કરવા આ કામગિરીમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. આ મામલે કામગિરી રોકી પેમેન્ટ રોકવાની માંગણી પણ પત્રમાં કરી છે.

જો સાચા હોવ તો સાબિત કેમ નથી કરતા? : ઉપપ્રમુખ
એ વર્કઓર્ડર લીગલીજ છે. બધું માપ સાઇઝ લઇનેજ થયું છે. પેપરવર્ક અને બોર્ડમાં મંજૂર થયેલું છે. સાવ પાયા વિહોણા આક્ષેપ છે. જો એવું હોય તો પ્રાદેશિકમાં કેસ કરી દે. > પ્રશાંતભાઇ વાજા, ઉપપ્રમુખ, વંથલી પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો