કોડીનાર પંથકનાં માઢવાડ ગામે ભાઈઓ ભાગની મિલ્કત વહેંચણીમાં વાંધો પડતા સામાજિક બહિષ્કાર કરાતા એક વ્યકિતએ કોડીનાર પીઆઈ, પોલીસ અધિક્ષક ગીર-સોમનાથ અને કલેકટરને રજૂઆત કરી છે. કોડીનાર પંથકનાં માઢવાડના રમેશભાઈ લાલાભાઈ પાંજરીએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર રમેશભાઈના ભાઈ સવજીભાઈ, મનસુખભાઈ અને બહેન પારૂલબેનને મિલ્કતમાં મકાન, હોડી, મશીન સહિતની વસ્તુઓની સરખા ભાગે વહેંચણીને લઈ રમેશભાઈને વાંધો પડ્યો હતો.
અને આ અંગે પ્રમુખ વેલજી જીવાભાઈ અને લખમભાઈ આગીયા, કાંતિભાઈ વિસરામ, મંત્રી મુકેશભાઈ સોમાભાઈ, પ્રવિણભાઈ નરસિંહભાઈ અને આગેવાનો લાલજીભાઈ લખમભાઈ આગીયા અને સરપંચના પિતા સહિતનાને રમેશભાઈએ પિતાની મિલ્કત વેંચણીના સરખા ભાગ પાડવાનું કહ્યું હતું. જેથી આગેવાનોએ રમેશભાઈને કહ્યું હતું કે, તુ કહે એમ નહીં થાય. આ બાબતને લઈ કોઈ બોલાચાલી થઈ હતી. બાદમાં 17 ઓગસ્ટ- 2021નાં રોજ નાત બહાર કાઢી મુકયા હોવાનો આક્ષેપ કરાયો છે. જેથી આ યુવાને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મે સામેથી છોડાવ્યા હતા : આગેવાન
આ અંગે આગેવાન કાંતિભાઈ વિસરામભાઈ પટેલે કહ્યું હતું કે, બે ભાઈએ કેસ કરેલ હતા. જેઓને મે સામેથી છોડાવ્યા હતા. નાત બહાર કરેલ નથી. માત્ર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.