આક્ષેપ:જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દર્દી સાથે ઉદ્ધતાઇ ભર્યા વર્તનનો આક્ષેપ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીના દર્દી એપેન્ડીક્સની સર્જરી કરાવવા માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા 'તા
  • ઓપરેશન ચાલુ છે? તેમ પૂછતા સ્ટાફે કહ્યું, કાંઇ બેસાડવા માટે નથી લઇ ગયા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ આર્થિક મજબૂરીના કારણે આવતા હોય છે. તેમની સાથે તેમના સગા પણ આવતા હોય છે. ત્યારે સિવીલમાં દર્દીઓના સગા સાથે સ્ટાફ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે.

આ અંગે મળતી વિગત મુજબ ધોરાજીના પરેશભાઈ તેમના પત્નીને એપેન્ડીક્સની સર્જરી કરાવવા માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરેશભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સર્જરી માટે વ્હેલી સવારથી ઓપરેશન વિભાગમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને આશરે 5 કલાક જેવા સમય બાદ ઓપરેશન અર્થે લેવામાં આવ્યા હતા. બાદમાં બેથી અઢી કલાક બાદ ઓપરેશન વિભાગના કર્મચારીને દર્દીના સગા દ્વારા પૂછવામાં આવ્યું કે, ઓપરેશન હજુ ચાલુ છે ? ત્યારે કર્મચારી ઉશ્કેરાઇ ગયા હતા અને જણાવ્યું હતું કે, અંદર કાઈ રાખવા માટે ન લઈ ગયા હોય ઓપરેશન ચાલુ જ હોય.

આ રીતે ઉધ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો હતો.દરમિયાન સરકારે કરોડો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલતો બનાવી છે પરંતુ છાશવારે કોઈને કોઈ સમસ્યાઓ અને સુવિધાઓ જોવા મળી રહી છે. હાલતો શોચલાયમાં તાળા, પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ અને પૂરતા સ્ટાફ અને સાધનોનો અભાવ સાથે ગંદકીતો કાયમ માટે જોવા મળી રહી છે. ત્યારે સિવીલનું તંત્ર ક્યાંકને ક્યાંક સારવાર,સુવિધા પૂરી પાડવામાં વામળું પુરવાર થતું હોવાનું જણાઇ રહ્યું છે. આખરે બેદરકાર તંત્ર ક્યારે સુધરશે તેવા પણ દર્દીઓના સગાએ સવાલો કર્યા હતા.

તપાસ કમિટીને બેસાડવામાં આવશે
મેં ડોકટર, પટ્ટાવાળાને આ મામલે પૂછ્યું હતું. તેમણે આવું વર્તન કર્યાનો સાફ ઇન્કાર કર્યો છે. તેમ છત્તાં તપાસ કમિટી બેસાડીશ અને ફરી બધાની ઉલટ તપાસ કરાશે. જો કોઇ દોષી હશે તો તુરત એકશન લેવાશે. આ સાથે દર્દી તેમજ તેમના સગા સાથે માનવતાભર્યું વર્તન કરવાની તમામ સ્ટાફને કડક સૂચના અપાઇ છે. તેમનું ઉલ્લંઘન કર્યે જરૂર પગલાં લેવાશે તેવી પણ તાકીદ કરાઇ છે. > નયનાબેન લકુમ, સિવીલ સુપ્રિટેન્ડેન્ટ.

અન્ય સમાચારો પણ છે...