આક્ષેપ:વંથલી ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં વકીલોનું અપમાન થતું હોવાનો આક્ષેપ

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વંથલીના વકીલ બી.સી.બલવા પોતાના અસીલ સાથે કોર્ટના હુકમ લઈ મોટરસાયકલ છોડાવવા વંથલી પોલીસ સ્ટેશને જતા વંથલી પોલીસના જવાબદાર કર્મચારીઓ દ્વારા અપમાનજનક વર્તન કરાયુ હોવાનો આક્ષેપ કર્યો છે.અને બાર એસો. દ્રારા રજૂઆત પણ કરાઈ છે.તેમજ ઠરાવ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ વકીલ બલવા દ્રારા એસપી જૂનાગઢને રજૂઆત પણ કરાઈ છે જ્યારે ઠરાવમાં વધુ જણાવ્યું છે કે જો જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા વંથલી પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મીઓ સામે પગલાં નહીં લેવાઈ તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

શુ કહે છે પીએસઆઈ.?
વંથલીના પી.એસ.આઈ. વી.કે.ઉંજીયાએ આક્ષેપો અંગે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારી દ્વારા વકીલને કામ સિવાય ન આવવા અને અરજદારને એકલા આવવા જણાવ્યું હતું તેમજ અમારા સ્ટાફના કર્મચારી સાથે પણ તેઓએ ગેરવર્તન કરેલ હોય તેની નોંધ પણ ડાયરીમાં કરવામાં આવી છે અને કામ લઈને આવતા વકીલો માટે વંથલી પોલીસ સ્ટેશનમાં કોઈ મનાઈ કરવામાં આવી નથી. } તસવીર - ધનેશ રાચ્છ

અન્ય સમાચારો પણ છે...