આક્ષેપ:PGVCLની જૂનાગઢ કચેરીમાં લાગવગથી નિમણૂંકનો આક્ષેપ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમ વિરૂદ્ધના ઓર્ડર 7 દિવસમાં રદ નહિ થાય તો ઉગ્ર લડતની ચિમકી

જૂનાગઢની પીજીવીસીએલ કચેરીમાં લાગવગથી કેટલાક કર્મીઓની ભરતી કરાઇ હોવાના આક્ષેપ સાથે આવી નિમણુંક સામે વિરોધ વ્યકત કરાયો છેે. જો આ ઓર્ડર દિવસ 7માં રદ કરવામાં નહિ આવે તો ઉગ્ર લડત કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ જૂનાગઢની વર્તુળ કચેરીના વહિવટ વિભાગમાં કંપનીના નિયમોને નેવે મૂકીને વ્હાલા દવલાની નિતી અપનાવાઇ ભરતી કરાઇ છે. આ રીતે માનીતા કર્મચારીઓને તેમની ઇચ્છિત જગ્યા પર નિમણુંકના ઓર્ડર કરવામાં આવ્યા છે.

ત્યારે આ રીતે કરાયેલ નિમણુંકની સામે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળના હોદ્દેદારો સખ્ત વિરોધ વ્યકત કરે છે. આ અંગે એમડીને આવેદન પણ આપવામાં આવેલ છે. સાથે દિવસ 7નું અલ્ટિમેટમ પણ અપાયું છે. બિન કાયદેસર રીતે કરાયેલા ઓર્ડર જો દિવસ 7માં રદ કરવામાં નહિ આવે તો ઉગ્ર લડતના મંડાણ કરવામાં આવશે. ત્યારે આવી સ્થિતી સર્જાય તે પહેલા આ મામલે તપાસ કરી ભ્રષ્ટ અધિકારી સામે પગલાં લઇ નિયમાનુસાર કાર્યવાહી કરવાની રાજેન્દ્ર ખત્રીએ કર્મચારી મંડળ વતી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...