તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ગામડાની તમામ શાળાના કર્મીઓને ફરજના સ્થળે જ રહેવા આદેશ કરાયો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો નિર્ણય
  • આદેશનું પાલન નહિ થાય તો કર્મચારી, આચાર્ય, સંચાલક જવાબદાર

જૂનાગઢ જિલ્લાની ગામડાની તમામ શાળાના કર્મચારીઓને નોકરીના સ્થળે સરકારની ગાઇડ લાઇન મુજબ હાજર રહેવા તેમજ કાયમી નોકરીના સ્થળે રહેવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. સાથે આદેશનું પાલન નહિ થાય અને કોઇ પ્રશ્ન સર્જાય તો તેના માટે કર્મચારી, શાળાના આચાર્ય, સંચાલકની જવાબદારી રહેશે. આ અંગે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરના આદેશ મુજબ ગામડામાં નોકરી કરતા સરકારી, બિન સરકારી અનુદાનિત શાળાઓના કર્મચારીઓને નોકરીના જે તે સ્થળે જ હાજર રહેવા સરકારની ગાઇડ લાઇન મુજબ આદેશ કરાયો છે. તેમજ કાયમી નોકરીના સ્થળે રહેવા જણાવવામાં આવે છે.

તેમ છત્તાં અમુક કર્મચારી કામના સ્થળે નિયમિત હાજર રહેતા નથી અને સ્વેચ્છાએ આવતા -જતા હોય છે પરિણામે શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી પડે છે. દરમિયાન સરકારની ગાઇડ લાઇન મુજબ લાગુ પડતા કર્મીઓને તેમના કામના સ્થળે જ રહેવા માટેનું એલાઉન્સ પણ ચૂકવવામાં આવે છે. તેમ છત્તાં હાજર ન રહેનાર શિક્ષકોના કારણે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેના માટે જે તે કર્મચારી, શાળાના આચાર્ય અને સંચાલક જવાબદાર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો