બુટલેગરો બેફામ:જૂનાગઢના પાદરીયા ગામની સીમમાં ડ્રીપ ઈરીગેશનના પાઈપની આડમાં છુપાવેલો રૂ.21.78 લાખનો દારૂ પકડાયો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અા ઇરીગેશન પાઇપના જથ્‍થા નીચે દારૂ છુપાવાયેલ - Divya Bhaskar
અા ઇરીગેશન પાઇપના જથ્‍થા નીચે દારૂ છુપાવાયેલ
  • એલસીબીએ રેડ દરમિયાન બે ટ્રક અને એક મેટાડોર સહિત રૂ.41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • નાસી ગયેલા બુટલેગરો તથા અન્ય શખ્સોને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી

જૂનાગઢ તાલુકાના પાદરીયાની સીમમાં એલ.સી.બી પોલીસે દરોડો પાડી ટ્રકમાં ડ્રીપ ઈરીગેશનના પાઈપની આડમાં છુપાવેલો રૂ.21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર બે ભાઈઓ તથા અન્ય શખ્સો નાસી ગયા હતા. એલ.સી.બી.એ બે ટ્રક અને એક મેટાડોર મળી કુલ રૂ.41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી નાસી ગયેલા બુટલેગરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ તાલુકાના પાદરીયામાં રહેતા નગા સરમણ રબારી તથા તેના ભાઈ અલ્પેશ સરમણ રબારીએ પોતાના સાગરિતો સાથે મળી હાલ લોકડાઉનના સમયમાં દારૂનો મોટો જથ્થો મંગાવી ખેતરે જુદા જુદા વાહનોમાં કટીંગ કરતા હોવાની એલ.સી.બી.ને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પી.આઈ. એચ.આઈ.ભટ્ટી, પીએસઆઈ, ડી.જી. બડવા સહિતના સ્ટાફે સોમવારની રાત્રે પાદરીયાની સીમમાં દરોડો પાડ્યો હતો.

અા ટ્રકમાંથી દારૂ મળી અાવેલ
અા ટ્રકમાંથી દારૂ મળી અાવેલ

તે સમયે ત્યાં કોઈ હાજર ન હતું પરંતુ વાહનો પડયા હતા. જેમાં (GJ-12-W-0354)નંબરના ટ્રક, (GJ-13-W-0879) નંબરની દુધની ડેરીની બોગી, (GJ-27-TT- 0257 )નંબરનું મેટાડોર પડયુ હોવાથી તેમાં તપાસ કરતા દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.

રાત્રીનો સમય હોવાથી સ્થળ પર દારૂની ગણતરી કરવી મુશ્કેલ હોવાથી તમામ વાહનો એલસીબી કચેરી ખાતે લાવી તપાસ કરતા ટ્રકમાં ડ્રીપ ઈરીગેશનના પાઈપના 60 બાંધા હતા. તે ઉતારી તપાસ કરતા એક પતરા વડે બનાવેલુ ખાતું હતું. તેમાં દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતે ત્રણેય વાહનમાંથી રૂ.21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ દારૂ મળી આવ્યો હતો. એલસીબીએ દારૂ, ટ્રક, મેટાડોર સહિત કુલ રૂ.41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, પરંતુ રાત્રીના કારણે બુટલેગરો અને તેના સાગરિતો નાસી ગયા હતા. દરોડામાં એલસીબીના વી.એન.બડવા, સાહિલ સમા, મુકેશ કોડીયાતર, શબ્‍બીરખાન બેલીમ, વિક્રમ ચાવડા, યશપાલસિંહ જાડેજા, કરશન કરમટા, ભરત અોડેદરા, દેવશીભાઇ નંદાણીયા, જગદીશભાઇ ભાટુ, દિપકભાઇ બડવા, ભરત સોનારા સહિતના હાજર હતા.

પકડાયેલ દારૂનો જથ્‍થો
પકડાયેલ દારૂનો જથ્‍થો

આ અંગે પીએસઆઈ ડી.જી. બડવાએ હાજર નહી મળેલા નગા સરમણ રબારી, અલ્પેશ સરમણ રબારી તથા ત્રણેય વાહનના ચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂનું કટીંગ કરવા આવેલા શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એલસીબીના પીઆઈ ભાટીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...