તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મધુરમ પાસેથી દારૂ, કાર મળી 4.28 લાખનો મુદ્દામાલ જપ્ત, 1 આરોપી ઝડપાયો, 1 અંધારાનો લાભ લઇ નાસી છુટ્યો

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • કારના દરવાજા, સીટ, સાઇડમાં દારૂ સંતાડ્યો હતો

જૂનાગઢ સી ડિવીઝન પોલીસે મધુરમ વિસ્તારમાંથી દારૂ, કાર સહિત 4,28,960નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સી ડિવીઝન પીએસઆઇ પી. જે. બોદર અને સ્ટાફને બાતમી મળી કે મધુરમમાંથી પસાર થતી કારમાં દારૂની હેરાફેરી થવાની છે. ત્યારે પસાર થતી જીજે 21 એએ 7669 નંબરની કારની તલાશી લેતા તેમાંંથી 28,460નો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂ, કાર, મોબાઇલ મળી કુલ 4,28,960ના મુદ્દામાલ સાથે કેશોદના રાજેન્દ્ર જેઠાભાઇ દયાતરને ઝડપી લીધો હતો. જ્યારે ચીખલી ગામનો લાલો નામનો આરોપી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. સી ડિવીઝન પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર થયેલા આરોપીને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો