તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ ધરાવતા આપણા તહેવારો અને રાષ્ટ્રભાવના પરીચાયક પર્વોની ઉજવણી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કરતી હોય છે. એ અનુસંધાને જૂનાગઢની ડો.સુભાષ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 'વસંત પંચમી ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કરાઇ હતી. કોલેજની વિદ્યાર્થીનીઓએ આમંત્રિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરેલ હતું.
જૂનાગઢ અખિલ ભારતીય સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને આચાર્ય ડો.બલરામ ચાવડા તથા અતિથિઓ દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમોને ખુલ્લો મુકવામાં આવેલ હતો. ઉદઘાટન બાદ 'દેશ હમેં દેતા હૈ સબ કુશ' ગીતથી આખું કોલેજ પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના વિવિધ કાર્યો અને ઇતિહાસ અંગે પરિષદ મંત્રી પ્રાધ્યાપક ડો.રૂપા ડાંગર દ્વારા અખિલ ભારતીય પરિષદની વિવિધ પ્રવૃતિકાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ગુજરાતીના અધ્યાપક અને કવિ ,વિવેચક ડો.કૌશિક પંડયાએ 'સાહિત્ય ધર્મ' વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમનુ અધ્યક્ષીય ઉદબોધન ડો.બલરામ ચાવડાએ કર્યું હતું. વસંત પંચમીનું મહાત્મય તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદની વિવિધ પ્રવૃત્તિથી સૌને માહિતગાર કર્યા હતા. આભાર વિધિ પ્રો.મહેશ કિકાણીએ અને કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક નયનાબેન ગજરે કર્યુ હતું. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ ઉપરાંત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી બહેનોએ હાજરી આપી અખિલ ભારતીય સાહિત્ય પરિષદની પ્રવૃત્તિથી વાકેફ થયા હતા. આ કાર્યક્રમની સફળતા માટે રાજયના કેબીનેટ મંત્રી અને કોલેજના પ્રમુખ જવાહરભાઇ ચાવડાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.