તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામોને મંજૂરી:એરફોર્સનું ફાઇટર પ્લેન ગાંધીચોકની શોભા બનશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વિકાસના કામો, ઝુંપડપટ્ટીમાં પીપીપી ધોરણે મકાન બનાવવા, એરક્રાફ્ટ લાવવાના નિર્ણયો કરાયા
  • મોડેલ હજુ નક્કી નથી, પરંતુ શહેરની કેટેગરી મુજબ ફાળવાશે: ડિસેમ્બરમાં એરક્રાફ્ટ આવી જશે

મંગળવારે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં વિકાસના કામો, પીપીપી ધોરણે ઝુપડપટ્ટીમાં મકાનો બનાવવા તેમજ શહેરમાં એરફોર્સનું ફાઇટર પ્લેન લાવવા સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને શહેરના ગાંધીચોકમાં એરક્રાફ્ટ મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી ટૂંક સમયમાં જ આ પ્લેન લેવા જવાનું થશે. જોધપુર એરબેઝથી આ પ્લેન લાવવામાં આવશે. જોકે,ક્યું પ્લેન આવશે તે હજુ નક્કી નથી પરંતુ શહેરની કેટેગરી મુજબ પ્લેન ફાળવવામાં આવશે. ખાસ કરીને યુદ્ધમાં વપરાયેલું પ્લેન ફાળવવામાં આવશે. આ પ્લેન ડિસેમ્બર સુધીમાં આવી જશે. આ પ્લેન માટે મનપાએ કોઇ અન્ય ખર્ચ કરવો નહિ પડે, માત્ર લાવવા માટેનું ભાડું વગેરે ચૂકવવું પડશે. બાદમાં એરક્રાફ્ટ ઇન્સ્ટોલેશન, ટ્રાન્સપોર્ટેશન, ગાંધીચોકની સાઇટ પર પ્લેન રાખવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ આનુષંગિક જે કંઇ ખર્ચ થાય માત્ર તે ખર્ચ જ મનપાએ કરવાનો રહેશે. આ ખર્ચને પણ સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે.

આ પ્લેન અાવ્યા બાદ તેને શહેરના ગાંધીચોક ખાતે ગોઠવવામાં આવશે. આગળ એરફોર્સનું એરક્રાફ્ટ રહેશે અને પાછળ ગાંધીજીની પ્રતિમા પણ નજરે પડે તે રીતે પ્લેનને ગોઠવવામાં આવશે. આમ, ટૂંક સમયમાં જ એરફોર્સનું ફાઇટર પ્લેન શહેરના ગાંધીચોકની શોભા બનશે. આ રીતે શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે, સાથોસાથ પ્લેન જોઇ યુવાનોમાં પણ અદમ્ય સાહસ જાગશે અને સેનામાં ભરતી થવાની ઇચ્છા પણ જાગૃત થશે.

અન્ય આ કામોને મંજૂરી
વોર્ડ નંબર 13 મંગલધામમાં વોકળના પુરથી સરંક્ષણ માટે દિવાલ બનાવવા, વોર્ડ નંબર 7માં 24 લાખના ખર્ચે પેવર બ્લોક ફિક્સ કરવા, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્તમ પ્રદર્શન માટે 9,45,000 મંજૂર કરવા, વોર્ડ નંબર 2 ખામધ્રોળ રોડ, આરટીઓ વિસ્તારમાં 10,63,310ના ખર્ચે પેવર બ્લોક ફિટ કરવાના કામોને સ્થાયી સમિતીએ મંજૂરીની મહોર મારી છે.

1 થી 15 વોર્ડમાં 5 કરોડના કામો
વોર્ડ નંબર 1 થી 15 માં સ્વભંડોળ તેમજ કોર્પોરેટર ગ્રાન્ટમાંથી રસ્તા, ગટર, પેચવર્ક વગેરે કામોના વાર્ષિક ભાવોને મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે 5 કરોડના કામોને લીલી ઝંડી અપાઇ છે.

ઝુંપડપટ્ટીમાં મકાનો ડેવલપર્સ બનાવશે
શહેરના રામદેવ પરા, મુબારક બાગ અને લીરબાઇપરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી પુન: વસન માટે પીપીપી ધોરણે આવાસ તૈયાર કરવામાં આવશે. આ માટે ઇચ્છુક ડેવલોપર્સને આવકારવાના ટેન્ડરની શરતોને મંજૂર કરવામાં આવી છે. આમ, ઝુપડપટ્ટીના સ્થાને સારા અને પાકા મકાન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser