જૂનાગઢ:આહીર સમાજ અને સંતો દ્વારા મોરારિબાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદન, પબૂભા માફી નહીં માગે તો બુધવારે આંદોલનની ચીમકી

જૂનાગઢ2 વર્ષ પહેલા
આહીર સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું

દ્વારકામાં મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસ મામલે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં આહીર સમાજે કલેક્ટરને મોરારિબાપુના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું છે. આ સાથે જ પબૂભા માફી નહીં માંગે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથોસાથ જૂનાગઢના સંતોએ પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું  હતું. જમાં ભારતી બાપુ હાજર રહ્યા હતા. 

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ
આહિર સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે પબુભા આહીર સમાજની અને મોરારિબાપુની માફી માંગે. જો માફી નહીં માગે તો અમારા એક અગ્રણી ઉપલેટામાં ઉપવાસ પર બેસી ગયા છે અને આગામી સમયમાં પણ આંદોલન કરવામાં આવશે. આ સાથે જ આવેદનપત્રમાં જણાવ્યું છે કે દેશના વરિષ્ઠ સંત પર હુમલાના પ્રયાસના બનાવને અમે સૌ આહીર સમાજના અગ્રણીઓ અને યુવાનો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. સમગ્ર ઘટના અંગે ઊંડો આઘાત અનુભવીએ છીએ અને અમે સૌ નારાજ છીએ. આ સાથે જ જણાવ્યું છે કે દ્વારકામાં બનેલા બનાવના પગલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવા બનાવ ન બને.
(સરમન ભજગોતર, જૂનાગઢ)

અન્ય સમાચારો પણ છે...