પ્રારંભ:કૃષિના છાત્રો, ફેકલ્ટી અને ઉદ્યોગપતિઓ કરશેખેતી જણસના પેકેજીંગની ચર્ચા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂલ્યવર્ધન માટે ફૂડ પ્રોસેસિંગ અને પેકેજીંગ અંગે સેમિનારનો કૃષિ યુનિ.માં થયો પ્રારંભ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી આજથી કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ અને પેકેજીંગ અંગે માર્ગદર્શન આપતા બે દિવસના સેમિનારનો પ્રારંભ થયો છે. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ, ચાર યુનિવર્સીટીના ફેકલ્ટીઓ ઉપસ્થિત છે અને સેમિનારમાં ટોચના ઉદ્યોગપતિઓ પોતાના અનુભવ અને નવી દિશાઓ અંગે માર્ગદર્શન આપશે.

આ અંગે કૃષિ ઇજનેરી કોલેજના ડીંન ડો નરેન્દ્ર ગોટીયાએ જણાવ્યું હતું કે, મોર્ડન ટેક્નોલોજીનો કૃષિ ઉત્પાદનોના પેકેજીંગ અને પ્રોસેસિંગમાં ઉપયોગ અને તેના ફાયદાઓ અંગે આ સેમિનારમાં ચર્ચા થશે. ખાસ કરીને જુદા જુદા કૃષિ ઉત્પાદનો જેવા કે ફળફળાદિ, શાકભાજી અને અનાજની ન્યુટ્રિશનલ વેલ્યુ જળવાય રહે અને તે ફ્રેશ રહીને ગ્રાહક સુધી પહોંચે તે માટે આજની આધુનિક ટેક્નોલોજી મહત્વનું કામ કરી શકે છે. ખાસ કરીને ઓછા લેબરથી કામ કરવામાં આ ટેક્નોલોજી મહત્વની પુરવાર થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે.

એ ઉપરાંત સફળ ઉદ્યોગપતિઓ બે દિવસ દરમ્યાન પોતાના અનુભવો અને હવે પછીની જરૂરિયાતને પહોંચી વળવા શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન કરશે. આ સેમિનારમાં ગુજરાતની 4 કૃષિ યુનિવર્સીટીના 40 જેટલા ફેકલ્ટીઓ 100 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...