લશ્કરી ઈયળથી બચવાના ઉપાય:જૂનાગઢ જિલ્લામાં સોયાબીનના વાવેતરમાં જોવા મળતી લશ્કરી ઇયળના નિયંત્રણ માટે માર્ગદર્શન આપતા કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો

જુનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોયાબીનમાં સંકલિત જીવાત નિયંત્રણ દ્વારા વધુ ઉત્પાદન મેળવો

સોયાબીનનું વાવેતર વધુ જોવા મળે છે અને આ પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં લીલી તેમજ લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળેલ છે. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા તથા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો.ડી.એમ.જેઠવા દ્વારા સોયાબીનનું વાવેતર કરતા સર્વે ખેડૂતોને આ ઈયળોના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે આ મુજબ કરવું. ગીર સાવજ ફેરોમોન ટ્રેપ લીલી તેમજ લશ્કરી ઇયળના નર ફુદાની મોજણી કરવા માટે વીઘે ૧ ફેરોમોન ટ્રેપ તથા તેમાં ૭ થી ૮ ફૂદા પકડાવા લાગે ત્યારે નર ફૂદાના સામુહિક એકત્રીકરણ માટે ૬ થી ૭ ટ્રેપ પ્રતિ વીઘે મુકવા. પ્રકાશ પિંજર લીલી તેમજ લશ્કરી ઇયળના ફુદાને પકડવા રાત્રીના સમયે વિઘે ૧ મુજબ પ્રકાશ પિંજર ગોઠવવા.

આ જીવાતોના બિન રસાયણિક નિયંત્રણ માટે પર્યાવરણ માટે સલામત હોય તેવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ/પંપ અથવા બેસીલસ થુરીન્જીનેસીસ (બી.ટી.) ૧૫-૨૦ મિલી/પંપ અથવા વિષાણું આધારિત ગીર સાવજ એચ.એન.પી.વી./એસ.એન.પી.વી. ૨૫ મિલી/પંપ પ્રમાણે અઠવાડિયાના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. આ જીવાતનું રસાયણિક પદ્ધતિથી નિયંત્રણ કરવા જરૂર જણાય તો જ કેમિકલ યુક્ત દવાઓ જેવીકે, ફ્લુબેનીયામાઈડ ૩૯.૩૫% એસ.સી. ૪-૫ મિલી અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮% એસ.સી. ૧૦ મિલી અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦% એસ.સી. ૧૦-૧૨ મિલી અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% એસ.જી. ૬-૭ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસ.સી. ૪-૫ મિલી અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઈન્ડોક્ઝાકાર્બ ૪.૫% એસ.સી. ૨૫ મિલી ૧૫ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...