તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Agricultural Science Centers Will Provide Information On Agricultural Bills To Farmers, Farmers Will Be Able To Become Price Chain Partners In The New Agricultural Bills

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:ખેડૂતોને કૃષિ બીલની જાણકારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આપશે, નવા કૃષિ બીલમાં ખેડૂતો કિંમત સાંકળના ભાગીદાર બની શકશે

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં કૃષિ સુધારા બીલ અંગે નવી દિલ્હી સ્થિત આઇસીએઆર દ્વારા ખેડૂતોમાં જાગૃતિ આવે એ માટે તેની જોગવાઇઓ તેમજ કૃષિ બીલ પહેલાં અને પછીની સ્થિતી શું રહેશે તેની વિગતો ખેડૂતો સુધી પહોંચાડવા દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને કામગિરી સોંપી છે. જે અંતર્ગત પોરબંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિવિધ મુદ્દાઓ ઉજાગર કરતી યાદી પ્રસિદ્ધ કરાઇ છે.

કૃષિ ક્ષેત્રે હાલ ખેડૂતો કિંમત સાંકળનો હિસ્સો નથી. તેને બદલે નવા કાયદામાં ખેડૂતો કિંમત સાંકળમાં ભાગીદાર બની શકે છે. કૃષિ બીલ પહેલાં યાર્ડમાં સુચિત લોકોને કૃષિ પેદાશનું વેચાણ કરી શકે, નવા બીલમાં યાર્ડમાં વેચવા અથવા અન્ય વિક્રેતાને પસંદ કરવાની સ્વતંત્રતા છે. અત્યારે જે વેપારીઓના વચેટિયાનો કૃષિ બજારમાં ઇજારો છે તેને બદલે ખેડૂતોને કૃષિ પેદાશો વેચવાના ઘણા વિકલ્પો મળી રહેશે. હાલ સ્થિતી એવી છેકે, વચેટિયા કિંમતો કૃત્રિમ રીતે ઓછી રાખી શકે, જ્યારે કૃષિ બીલને પગલે સ્પર્ધા દ્વારા વધુ સારા ભાવ મળવાની સ્થિતી આવી જશે. હાલની સ્થિતીમાં કૃષિ પેદાશને એકવાર બજારમાં લાવ્યા બાદ ખેડૂતને જે પણ ભાવ મળે એનો સ્વિકાર કરવો પડે છે.

જ્યારે નવા સુધારા મુજબ એ પોતાના વિસ્તારમાં પણ ભાવ માટે વાટાઘાટો કરી શકે છે. હાલ ઉત્પાદકો અને ગ્રાહકો દ્વારા પેદાશો અન્ય જગ્યાએ લઇ જવા બજાર ફી, કમિશન એન અન્ય ફી ચૂકવવી પડે છે. જ્યારે નવા સુધારા મુજબ, કોઇ કમિશન કે ફી નહીં રહે. ઉત્પાદકો અને ગ્રાહકોને વધારે બચત અને લાભ મળે. અત્યારની વ્યવસ્થા પ્રમાણે યુવા ખેડૂતો માટે પોતાની જ જણસનો વેપાર કરવાની કોઇ તક નથી.

નવા કાયદા મુજબ, ગ્રામીણ યુવા ખેડૂતોને વ્યવસાય સાંકળ ચલાવવાની તક મળશે. અત્યારે ખેડૂતો મધ્યસ્થીઓને બાયપાસ કરીને ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચી શકાતા નથી તેને બદલે મધ્યસ્થીને છોડીને ઉચ્ચ કિંમત મેળવવા કોઇને પણ સીધું વેચાણ કરી શકે છે. યાર્ડની બહાર ફળ અને શાકભાજી વેચવાની સ્વતંત્રતા ઘણા રાજ્યોમાં અત્યારે નથી એ સ્વતંત્રતા હવે આખા દેશમાં લાગુ પડશે. અત્યારની સ્થિતીમાં નાના ખેડૂતો પાસે બજાર અને ઉત્પાદન બજારોમાં સોદા કરવાની ક્ષમતા નથી હોતી જ્યારે હવે આધુનિક બજારમાં નાના ખેડૂતોને પણ સારા સોદા માટે આયોજન કરવામાં મદદ મળશે. અત્યારે કરાર ખેતી કેટલાક મોટા વેપારીઓ અને નોકરશાહીના નિયંત્રણ માટે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો